બોલીવુડ એક્ટ્રેસ અને રાઈટર ટ્વિંકલ ખન્ના પોતાની ફેમિલી વિશે ખુલીને વાત કરે છે. તે સોશિયલ મીડિયા પર પણ ફેમિલી વિશે અપડેટ્સ આપતી રહે છે અને એક્ટ્રેસના ઈન્ટરવ્યુમાં પણ પોતાના પરિવાર સાથે બોન્ડિંગ વિશે ખુલીને વાત કરતી જોવા મળે છે. ટ્વિંકલ ખન્નાએ હાલમાં એક ચેટ શો દરમિયાન મધરહુડ વિશે વાત કરી હતી. તેણે ઈમાનદારીથી સ્વીકાર કર્યું કે તેને રસોઈ બનાવતા આવડતી નથી. જેના કારણે તેમની પુત્રીને ભવિષ્યમાં થેરાપી લેવી પડી શકે છે.
ફેમસ શેફ સંજીવ કપૂર સાથેની ખાસ વાતચીત દરમિયાન ટ્વિંકલ ખન્નાએ તેની પુત્રી વિશે વાત કરતા કહ્યું- પેનડેમિક પીરિયડમાં મેં મારી પુત્રીને દરરોજ પીનટ બટર અને સેન્ડવીચ ખવડાવ્યું કારણ કે આ સમય દરમિયાન અમે રસોઈ બનાવી ન હતી. હું જમવાનું બનાવી શકતી નથી.
પતિએ પણ રસોઈ બનાવવાની ના પાડી. હવે મને લાગે છે કે જ્યારે તે મોટી થશે ત્યારે તેને થેરાપીની જરૂર પડશે. ટ્વિંકલ ખન્ના કહે છે કે તે કહેશે દરેકના માતા-પિતા તેમના બાળકો માટે પાસ્તા, બનાના બ્રેડ અને બીજું બધું બનાવીને આપે છે, પરંતુ મારી માતા મને ફક્ત પીનટ બટર ટોસ્ટ જ આપતી હતી.
તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર તેની કરિયરની શરૂઆતમાં શેફ રહી ચુક્યો છે, જેનો અર્થ છે કે તે રસોઈ બનાવવાનું જાણે છે. પરંતુ એક્ટર તેના શૂટિંગ અને વર્ક કમિટ્મેન્ટ્સની કારણે તે બિઝી રહે છે. અક્ષય કુમાર પાસે હંમેશા ઘણી ફિલ્મો હોય છે અને અક્ષયે ઘણા ઈન્ટરવ્યુમાં પણ કહ્યું છે કે ફિલ્મોના કારણે તે પોતાની ફેમિલીને પ્રોપર ટાઈમ આપી શકતો નથી. પરંતુ જ્યારે પણ તેને તક મળે છે, ત્યારે તે તેની ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો : ‘કુંડી મત ખડકાઓ રાજા’ ગીત પર સારા અલી ખાન-શહેનાઝ ગિલે કર્યો રોમાંસ?, જુઓ Viral Video
ટ્વિંકલ ખન્ના વિશે વાત કરીએ તો તેમણે એક એક્ટ્રેસ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે દેશના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની પુત્રી છે. તે હવે ફિલ્મોનો ભાગ નથી રહી, પરંતુ એક્ટ્રેસને લેખનનો શોખ છે. વર્ષ 2015માં આવેલી તેની બૂક મિસિસ ‘ફનીબોન્સ’ લોકોને પસંદ આવી હતી અને આ બૂક તે વર્ષની બેસ્ટ સેલર બૂક સાબિત થઈ હતી.