
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેના ફિલ્મી કરિયરને લઈને સતત ચર્ચામાં રહે છે. એક્ટરની સતત 5 ફ્લોપ ફિલ્મ રહી છે. જેના કારણે તેના ફેન્સ તેના પર ખૂબ નારાજ છે. હાલમાં જ અક્ષયની ફિલ્મ સેલ્ફી રિલીઝ થઈ છે. સેલ્ફીએ બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મ અક્ષય કુમારના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ સાબિત થઈ છે. આ દરમિયાન તેની ફિલ્મોથી દૂર એક્ટર તેની એન્ટરટેઈનમેન્ટ ટૂર પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
અક્ષય કુમાર અને તેની ટીમ હાલમાં યુએસમાં છે. અક્ષયની ટીમ વિશે વાત કરીએ તો તેમાં સોનમ બાજવા, નોરા ફતેહી, દિશા પટની, મૌની રોય અને ઘણા લોકો સામેલ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં અક્ષય કુમાર યુએસમાં પરફોર્મ કરતો જોવા મળે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં અક્ષય કુમાર ઘાઘરા પહેરેલો જોવા મળી રહ્યો છે.
આ વીડિયોમાં અક્ષયની સાથે નોરા પણ જોવા મળી રહી છે. બંને સ્ટાર્સ સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વાયરલ વીડિયોમાં નોરા ફતેહી અને અક્ષય કુમાર સેલ્ફીના મૈં ખિલાડી તુ અનારી ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. અક્ષય કુમારના ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેના ડાન્સના વખાણ પણ કરી રહ્યા છે. પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ અક્ષય કુમારની મજાક ઉડાવી રહ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ગળામાં રુદ્રાક્ષ, કપાળ પર ચંદન… આ અંદાજમાં અનુષ્કા સાથે મહાકાલ દર્શને પહોંચ્યો વિરાટ કોહલી, જુઓ Video
એક યુઝરે અક્ષય કુમારને ટ્રોલ કરતાં લખ્યું કે, હવે બસ આ જ જોવાનું હતું. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે ફિલ્મોમાંથી પૈસા નથી આવી રહ્યા તો આ રીતે કમાાવાના. બીજા એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે અક્ષય કુમાર ક્યારે પોતાની ઉંમર પ્રમાણે એક્ટ કરશે, પુત્રી લાગી રહી છે તેની આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે, પાપી પેટ માટે નાચવું પડે છે.
Published On - 6:00 pm, Sat, 4 March 23