આ વર્ષ અજય દેવગન માટે ફિલ્મોથી ભરેલું છે. 10 એપ્રિલે તેની ફિલ્મ ‘મેદાન’ રિલીઝ થવાની છે, જે બોક્સ ઓફિસ પર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ સાથે ટકરાશે. પરંતુ આ પહેલા અજય દેવગનની ફિલ્મ રેડના પાર્ટ 2ની એટલે કે ‘રેડ 2’ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. એક્ટર યશપાલ શર્માએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે.
અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ 2’ની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. શેર કરેલા પોસ્ટરમાં રેડ 2 ની રિલીઝ તારીખ 15 નવેમ્બર 2024 દર્શાવવામાં આવી છે. પરંતુ મેકર્સ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. હવે ફિલ્મનો બીજો ભાગ પહેલા પાર્ટના 6 વર્ષ પછી આવશે. રિપોર્ટ્સ મુજબ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં જ શરૂ કરવામાં આવ્યું હતું. આ વખતે પણ રિતેશ દેશમુખ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં છે. તે અજય દેવગન સાથે ટક્કર કરતો જોવા મળશે.
અજયની સાથે ફિલ્મ ‘રેડ 2’માં વાણી કપૂર, સાઉથ સ્ટાર રવિ તેજા અને રજત કપૂર જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. વર્ષ 2018માં રિલીઝ થયેલી તેની પહેલી ફિલ્મ ‘રેડ’માં ઈલિયાના ડીક્રુઝ લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. પરંતુ આ વખતે અજયની સામે વાણી કપૂર હશે. આ વખતે પણ અજય ઈન્કમટેક્સ ઓફિસર અમય પટનાયકની ભૂમિકા ભજવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ની સાથે ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’ પણ એપ્રિલમાં જ રિલીઝ થશે. તેની ફિલ્મ 26 એપ્રિલે થિયેટરોમાં આવશે. આ સિવાય ફિલ્મ ‘સિંઘમ અગેન’ પણ આ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થશે. આ વર્ષે અજય એક પછી એક ફિલ્મ સાથે મોટા પડદા પર ધૂમ મચાવવા જઈ રહ્યો છે. આ સિવાય તેની ફિલ્મ ‘શૈતાન’ના પાર્ટ 2ની પણ ચર્ચા છે જેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.
આ પણ વાંચો: જેલમાંથી બહાર આવ્યાના 8 દિવસ બાદ યુટ્યુબર એલ્વિશ યાદવ વિરુદ્ધ ફરી નોંધાઈ FIR, જાણો શું છે મામલો
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો