Nysa Devgan Video: બોલિવુડ એક્ટર અજય દેવગન અને એક્ટ્રેસ કાજોલની પુત્રી નીસા દેવગન હાલમાં સતત ચર્ચામાં છે. નીસાએ ભલે હજુ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું ન હોય, પરંતુ ફેન ફોલોઈંગની બાબતમાં તે મોટા સ્ટાર્સને ટક્કર આપે છે. નીસા બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે.
નીસા દેવગન હંમેશા પોતાની સ્ટાઈલ અને ફેશન સેન્સથી લોકોને ઈમ્પ્રેસ કરતી જોવા મળે છે. હાલમાં જ જ્યાં નીસાએ ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના ગ્રાન્ડ ઓપનિંગમાં તેના લુકથી તે ચર્ચા રહી હતી. હવે નીસા તેની ચાલને કારણે જોરદાર ટ્રોલ થઈ રહી છે અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મંગળવારે નીસા દેવગન મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. નીસા આગળનો અભ્યાસ પૂરો કરવા વિદેશ જતી હતી. આ દરમિયાન તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નીસા એરપોર્ટની બહાર પોતાની કારમાંથી નીચે ઉતરતી જોવા મળી હતી. નીસાએ વ્હાઈટ કલરનું ક્રોપ ટોપ પહેર્યું હતું. આ સાથે તેણે પિંક કલરનું ફ્લોરલ પ્રિન્ટનું પેન્ટ કૈરી કર્યું હતું. જ્યારે નીસાએ બ્લેક માસ્ક પહેર્યું હતું. પાપારાઝીએ નીસાને માસ્ક વિના પોઝ આપવા કહ્યું, પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી.
તમને જણાવી દઈએ કે જ્યાં ઘણા યુઝર્સ નીસાને માસ્ક ન હટાવવા અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા બદલ તેના વખાણ કરી રહ્યા છે. બીજી તરફ નીસાની ચાલ જોઈને ઘણા તેને ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘તમે બતકની જેમ કેમ ચાલી રહ્યા છો?’ અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘કેવું ચાલી રહી છે.’ જ્યારે અન્ય એક યુઝરે કહ્યું છે કે ‘ઓરી સાથે પાર્ટી કરવા જઈ રહી છે એના સિવાય બીજું તો શું કરી શકશે.’ નીસાના આ વીડિયો પર આવી અનેક કોમેન્ટ્સ આવી રહી છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…