Birthday Special :’ધ ડર્ટી પિક્ચર’માં ભજવેલા બોલ્ડ પાત્રથી બદલાઈ વિદ્યા બાલનની ઈમેજ, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો

|

Jan 01, 2022 | 8:19 AM

વિદ્યા બાલ(Vidya Balan) ને 'પરિણીતા'માં એક સામાન્ય મહિલા અને 'ધ ડર્ટી પિક્ચર'માં બોલ્ડ પાત્ર ભજવ્યું હતું. તેના આ પાત્રે તેને અન્ય અભિનેત્રીઓ કરતા અલગ અને ખાસ બનાવી.

Birthday Special :ધ ડર્ટી પિક્ચરમાં ભજવેલા બોલ્ડ પાત્રથી બદલાઈ વિદ્યા બાલનની ઈમેજ, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો
Happy Birthday Vidya Balan

Follow us on

Birthday Special : બોલિવૂડની જાણીતી અભિનેત્રી વિદ્યા બાલને(Vidya Balan)  તેના શ્રેષ્ઠ પાત્રોથી બોલિવૂડમાં તે સ્થાન હાંસલ કર્યું, જે દરેક અભિનેત્રીનું સપનું હોય છે. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી તમામ પ્રકારના પાત્રો ભજવ્યા છે. તેણે ‘પરિણીતા’માં એક સામાન્ય સ્ત્રી અને ‘ધ ડર્ટી પિક્ચર’ (The Dirty Picture)માં બોલ્ડ પાત્ર ભજવ્યું હતું. તેના આ પાત્રે તેને અન્ય અભિનેત્રી (Actress)ઓ કરતા અલગ અને ખાસ બનાવી. આજે વિદ્યા બાલનનો જન્મદિવસ (Happy Birthday Vidya Balan) છે,  તમને જણાવીએ તેમના જીવન સાથે જોડાયેલી ખાસ વાતો.

કરિયરની શરૂઆત ‘હમ પાંચ’ અને ‘હંસ્તે-હંસ્તે

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

 

 

વિદ્યા બાલન (Vidya Balan)નો જન્મ 1 જાન્યુઆરી 1978ના રોજ કેરળમાં થયો હતો. વિદ્યાના પિતાનું નામ પીઆર બાલન છે જેઓ ETC ટીવીના વાઇસ પ્રેસિડેન્ટ છે. વિદ્યાનું પ્રારંભિક શિક્ષણ કેરળમાં જ પૂર્ણ થયું હતું.તેણે સેન્ટ એન્થોની ગર્લ્સ હાઈસ્કૂલમાંથી હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો હતો અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. બાદમાં તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી M.A કર્યું. પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેણે 2003માં બંગાળી ફિલ્મ ‘ભાલો થેકો’થી ડેબ્યૂ કર્યું હતું. તેણીએ પોતાના કરિયરની શરૂઆત ‘હમ પાંચ’ અને ‘હંસ્તે-હંસ્તે’ જેવી સિરિયલોમાં અભિનય કરીને કરી હતી. આ પછી તેણે ટીવીની દુનિયા છોડીને ફિલ્મો તરફ પગ મુક્યો.

અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો

વિદ્યા બાલને 2005માં આવેલી ફિલ્મ પરિણીતાથી અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં સૈફ અને સંજય દત્ત જેવા મોટા કલાકારો હતા, છતાં વિદ્યાએ પોતાના કામથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પછી તેણે ‘ભૂલ ભુલૈયા’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘પા’, ‘કહાની’, ‘ઈશ્કિયા’, ‘મિશન મંગલ’, ‘તુમ્હારી સુલુ’, ‘શકુંતલા દેવી’ અને ‘શેરની’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તેની કારકિર્દીનું સૌથી શક્તિશાળી કામ 2011માં મિલન લુથરિયાની ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’માં આવ્યું. આ માટે વિદ્યાને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા

વિદ્યા બાલને પોતાના કામથી પોતાનું સ્ટેટસ અને ઓળખ તમામ અભિનેત્રીઓથી અલગ બનાવી છે. માત્ર મહિલાલક્ષી ફિલ્મો જ નહી પરંતુ તે ફિલ્મોને પોતાના દમ પર હિટ પણ બનાવી. મે 2012 માં, વિદ્યાએ એક મુલાકાત દરમિયાન જાહેરાત કરી કે તે સિદ્ધાર્થ રોય કપૂરને ડેટ કરી રહી છે અને બંનેએ ડિસેમ્બર 2012માં બાંદ્રા, મુંબઈમાં એક ખાનગી સમારંભમાં એકબીજા સાથે લગ્ન કર્યા. સિદ્ધાર્થ રોય કપૂરના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા છે. જેનો ભાઈ સિદ્ધાર્થ રોય કપૂર એક્ટર છે.

આ પણ વાંચો : Vaishno Devi Temple: વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ, અત્યાર સુધીમાં 12 લોકોના મોત, ઘણા ગંભીર રીતે ઘાયલ

Next Article