Birthday Special :બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને (Bollywood superstar Salman Khan) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓનું ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની ફિલ્મોમાં ઘણી નવી અભિનેત્રીઓને તક આપી, પરંતુ તેમાંથી માત્ર અમુકની જ લાંબી કારકિર્દી હતી. મોટાભાગની અભિનેત્રી (Actress)ઓ એક યા બીજા કારણોસર બોલિવૂડ (Bollywood)થી દૂર રહે છે. તેમાંથી એક સ્નેહા ઉલ્લાલ હતી. સ્નેહા ઉલ્લાલ (Sneha Ullal) સાથે જોડાયેલી એક મોટી વાત એ હતી કે, તે ઐશ્વર્યા રાય જેવી દેખાતી હતી. જ્યારે તેણે સલમાન ખાનની ફિલ્મમાં ડેબ્યૂ કર્યું ત્યારે તેના વિશે ચારે બાજુ ચર્ચાઓ થવા લાગી.
સ્નેહા ઉલ્લાલ(Sneha Ullal)નો જન્મ 18 ડિસેમ્બરે ઓમાન, મસ્કતમાં થયો હતો. તેના પિતા મેંગલોર (Mangalore)ના રહેવાસી હતા. તેમની માતા સિંધી પરિવારની હતી. તેમનું શાળાકીય શિક્ષણ ઓમાનમાં જ થયું હતું. શાળા પૂર્ણ થયા બાદ તેની માતા તેની સાથે મુંબઈ આવી ગઈ. અહીં આવ્યા બાદ સ્નેહાએ આગળનો અભ્યાસ પૂરો કર્યો. ત્યારપછી અભિનય ક્ષેત્રે તેને હાથ આગળ વધ્યો અને ધીરે ધીરે તે અહીં કામ શોધવા લાગી. તેને પહેલો બ્રેક સલમાન જેવા મોટા સુપરસ્ટાર સાથે મળ્યો.
ઐશ્વર્યા જેવો દેખાવ કરીને લોકપ્રિયતા મેળવી
સ્નેહા ઉલ્લાલે 2005માં સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ લકીઃ નો ટાઈમ ફોર લવથી બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરી હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને ઘણી પ્રસિદ્ધિ મળી કારણ કે તેનો ચહેરો ઐશ્વર્યા રાય જેવો હતો. આ પબ્લિસિટીનો તેને થોડો ફાયદો થયો અને તેને કેટલીક ફિલ્મો પણ મળી પરંતુ તે બોલિવૂડમાં વધુ સમય ટકી શકી નહીં. આ પછી તેણે સોહેલ ખાનની ફિલ્મ ‘આર્યન’માં કામ કર્યું પરંતુ આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કમાલ બતાવી શકી નહીં.
સ્નેહા બોલીવુડ છોડીને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગઈ
આ પછી સ્નેહાને બોલિવૂડમાં વધુ કામ ન મળ્યું, તેથી તેણે બોલિવૂડમાંથી બ્રેક લીધો અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગઈ, જ્યાં તેણે તેલુગુ ફિલ્મો ‘ઉલ્લાસમગા ઉત્થામગા’થી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ જોરદાર હિટ રહી હતી. આ પછી તેણે નાગાર્જુનની ફિલ્મ ‘કિંગ’માં કામ કર્યું. આ પછી તેણે કરંટ, ક્લિક, વરુડુ, સિમ્હા, મોસ્ટ વેલકમ અને બેઝુબાન ઈશ્ક જેવી ફિલ્મોમાં કામ કર્યું. જે બાદ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ હતી. તેની છેલ્લી ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી.
આ પણ વાંચો : National Family Health Survey 5: દેશમાં પ્રથમવખત 1000 પુરુષોએ 1020 મહિલાઓ, શહેર અને ગામ વચ્ચે મોટો તફાવત