બાહુબલીમાં ભલ્લાદેવની ભૂમિકા ભજવનાર રાણા દગ્ગુબાતીના પિતા સુરેશ બાબુ (Suresh Babu) તેલુગુ ફિલ્મોના નિર્માતા છે. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી મોટી ફિલ્મો બનાવી છે જે સુપરહિટ સાબિત થઈ છે. દગ્ગુબાતી સુરેશ બાબુ આજે તેમનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 24 ડિસેમ્બર 1958ના રોજ થયો હતો. સુરેશ બાબુને ઘણી શ્રેષ્ઠ ફિલ્મોના નિર્માણ માટે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. તેમના પુરસ્કારોની યાદીમાં નેશનલ એવોર્ડ પણ સામેલ છે.
સુરેશ બાબુએ પોતાના ફિલ્મી કરિયરમાં 150 થી વધુ ફિલ્મો બનાવી છે. જેમાં કુલી નંબર 1, સુપર પોલીસ, ગણેશ, કાલીસુંદરમ રા જેવી ઘણી ફિલ્મો સામેલ છે. એટલું જ નહીં તેણે ઘણી ફિલ્મો પણ રજૂ કરી છે. સુરેશ બાબુએ એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો છે. તેણે એક ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મનું નામ અઝહર છે. આજે સુરેશ બાબુના જન્મદિવસ પર અમે તમને તેમના દ્વારા નિર્મિત કેટલીક ફિલ્મો વિશે જણાવીએ.
બોબીલી રાજા
આ ફિલ્મથી સુરેશ બાબુએ પ્રોડ્યુસર તરીકે એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં વેંકટેશ અને દિવ્યા ભારતી લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ હિટ સાબિત થઈ અને તેણે કેટલાક એવોર્ડ પણ જીત્યા હતા.
મસાલા
સુરેશ બાબુની આ ફિલ્મ હિન્દી ફિલ્મ બોલ બચ્ચનની રિમેક હતી. ફિલ્મમાં વેંકટેશ, રામ પોટિનેની, અંજલિ અને શાજન પદમસી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ સાબિત થઈ હતી પરંતુ કલાકારોની કોમેડી ટાઈમિંગની ખૂબ પ્રશંસા થઈ હતી.
કાલીસુંદરમ રા
સુરેશ બાબુએ વેંકટેશ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. વેંકટેશ સુરેશનો નાનો ભાઈ હતો. તેણે તેના ભાઈ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જે સુપરહિટ સાબિત થઈ હતી. તેમાંથી એક છે કાલીસુંદરમ રા. આ ફિલ્મમાં વેંકટેશ સાથે સિમરન લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ તે સમયની સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મ હતી. આ ફિલ્મ માટે સુરેશ બાબુને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.
ગણેશ
આ ફિલ્મની વાર્તા એક પત્રકારની છે જેનો પરિવાર એક ભ્રષ્ટ રાજકારણીથી પ્રભાવિત છે. આ ફિલ્મમાં વેંકટેશ, રંભા અને મધુ બાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે નંદી એવોર્ડ સહિત અનેક એવોર્ડ પોતાના નામે કર્યા હતા. આ સાથે વેંકટેશને તે વર્ષે બેસ્ટ એક્ટર નંદી એવોર્ડ પણ મળ્યો હતો.
આ પણ વાંચો : Paikstan news : ઈમરાન ખાનની તેમના જ દૂતાવાસે કાઢી ઇજ્જત? પોસ્ટ વાઈરલ થયા બાદ કરી ડિલીટ !
આ પણ વાંચો : Jammu Kashmir: અનંતનાગ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, અરવાની વિસ્તારમાં સેનાએ આતંકીઓને ઘેર્યા