બિગ બોસ ઓટીટી-2 વિનર એલ્વિશ યાદવ (Elvish Yadav) હાલમાં દરેક જગ્યાએ છે. સોશિયલ મીડિયા સ્ટાર બિગ બોસનું ટાઈટલ જીત્યા બાદ આ હવે બોલિવુડ એક્ટ્રેસ સાથે જોવા મળે છે. હાલમાં જ એલ્વિશ યાદવનો મ્યુઝિક વીડિયો ‘હમ તો દીવાને’ રિલીઝ થયો છે. જેમાં એલ્વિશ અને ઉર્વશી રૌતેલાની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બંનેના આ સુંદર વીડિયોને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે એલ્વિશ યાદવ અને ઉર્વશી રૌતેલાનું રોમેન્ટિક મ્યુઝિક આલ્બમ હાલમાં નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ વીડિયોને માત્ર 3 દિવસમાં 19 મિલિયન લોકોએ જોયો છે. આ દરમિયાન ‘હમ તો દીવાને’ના બંને સ્ટાર્સ પણ જોરશોરથી ગીતનું પ્રમોશન કરતા જોવા મળે છે.
પહેલા ઉર્વશી રૌતેલા, પછી ઈશા ગુપ્તા અને હવે શહેનાઝ ગિલ, એલ્વિશ યાદવ સતત બોલિવુડ એક્ટ્રેસ સાથે રોમેન્ટિક વીડિયો શેર કરતો જોવા મળે છે. તાજેતરમાં જ બિગ બોસ ઓટીટી-2 વિનર એલ્વિશે ‘આશ્રમ-3’ એક્ટ્રેસ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો હતો. સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ થી બોલિવુડમાં ડેબ્યૂ કરનાર શહેનાઝ ગિલ સાથે એલ્વિશ યાદવનો એક ક્યૂટ વીડિયો સામે આવ્યો છે.
(VC: Elvish Yadav Instagram)
એલ્વિશ યાદવે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેના ગીત ‘હમ તો દીવાને’ પર શહેનાઝ ગિલ સાથેનો એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે. ફેન્સને બંનેની કેમેસ્ટ્રી પણ પસંદ આવી રહી છે. આ સિવાય વીડિયો શેર કરતી વખતે, એલ્વિશે લખ્યું છે કે શું તમે હવે મજા કરી રહ્યા છો?
એકબીજાની આંખોમાં ખોવાયેલા, પછી શહેનાઝ એલ્વિશને જોઈને હસી પડી. બંનેના વીડિયોને 3.5 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે એલ્વિશ યાદવ થોડા દિવસ પહેલા શહેનાઝ ગિલ સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. માત્ર પાર્ટી જ નહીં પરંતુ એકટ્રેસના ટોક શો ‘દેશી વાઈબ્સ વિથ શહેનાઝ ગિલ’માં એલ્વિશ યાદવ પણ હાજર રહ્યો હતો. પરંતુ આ એપિસોડ હજુ આવ્યો નથી.
એલ્વિશ યાદવ પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ લાઈનમાં છે. હાલમાં જ એલ્વિશે તેના ફેવરિટ એક્ટર ગોવિંદા સાથે એક તસવીર શેર કરી હતી. તે પૂજા ભટ્ટ સાથે પણ પાર્ટી કરતી જોવા મળ્યો છે. આ પાર્ટીમાં એલ્વિશ યાદવ સિવાય બેબીકા, અવિનાશ સચદેવ અને ફલક નાઝ પણ હાજર હતા.
આ પણ વાંચો: Monalisa Photo: કેટલાક કહી રહ્યા છે મંજુલિકા તો કોઈએ કહ્યું ચંદ્રમુખી, મોનાલિસાની તસવીરો થઈ વાયરલ
શહેનાઝ ગિલ ટૂંક સમયમાં ભૂમિ પેડનેકર સ્ટારર ‘થેન્કયૂ ફોર કમિંગ’ સાથે કમબેક કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં શહેનાઝ ગિલ ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે. પ્રમોશન દરમિયાન કુશા કપિલા, ભૂમિ પેડનેકર, ડોલી સિંહ અને શિબાની બેદી સાથે શહેનાઝ ગિલની અલગ સ્ટાઈલ પણ જોવા મળી હતી. જેના કારણે એક્ટ્રેસ તાજેતરમાં ટ્રોલ પણ થઈ હતી.