Bigg Boss 16: શાલીને ટીના દત્તાને પહેરાવી રીંગ? ઓફિશિયલ થઈ ગયો બંનેનો સંબંધ!

|

Oct 21, 2022 | 9:58 PM

બિગ બોસના (Bigg Boss 16) ઘરમાં રહેતા તમામ લોકોએ ટીના અને શાલીનને રીંગ વિશે ઘણા સવાલો પૂછ્યા, પરંતુ બંનેએ આ વિશે કોઈ જવાબ આપ્યો ન હતો. આ રીંગ પ્રેમની છે કે મિત્રતાની, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

Bigg Boss 16: શાલીને ટીના દત્તાને પહેરાવી રીંગ? ઓફિશિયલ થઈ ગયો બંનેનો સંબંધ!
tina-dutta-shaleen-bhanot

Follow us on

કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 16માં (Bigg Boss 16) દરરોજ સંબંધો બદલાતા જોવા મળે છે. થોડા દિવસો પહેલા જેમને એકબીજાનું મોઢું જોવું ગમતું ન હતું એ આજે ​​મિત્રો બની ગયા. પરંતુ આ બંને વચ્ચેનો સંબંધ માત્ર મિત્રતા પૂરતો જ સીમિત નથી. શાલીને ટીના દત્તાને રીંગ પણ પહેરાવી છે. પરંતુ બંનેનું કહેવું છે કે આ માત્ર મિત્રતાની રીંગ છે. તમને જણાવી દઈએ કે બિગ બોસની શરૂઆતથી જ શાલીન ભનોટ (Shalin Bhanot) અને ટીના દત્તા તેમના સંબંધોને કારણે લાઈમલાઈટમાં છે, તેમનો કભી પ્યાર કભી ફાઈટ ટ્રાયએન્ગલ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

જ્યારે બિગ બોસે ટીના અને શાલીનને કન્ફેશન રૂમમાં બોલાવ્યા અને તેમના સંબંધો પર સવાલ ઉઠાવ્યા ત્યારે ટીના અને શાલીન વચ્ચે બધુ બરાબર ચાલતું હોય તેવું લાગતું હતું. સુમ્બુલને લઈને લડાઈ પછી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી, જાણતા-અજાણતા, બિગ બોસે તેમની લડાઈ પૂરી કરાવી, તેમને કન્ફેશન રૂમમાં બોલાવ્યા અને તેમને એકબીજા સાથે વાત કરવાની તક આપી. આ દરમિયાન ટીનાને તેના પેટ ડોગ વિશે પૂછવામાં આવ્યું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેના પેટ ડોગની ખરાબ તબિયત વિશે જાણીને ટીના ખૂબ જ દુઃખી હતી.

વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?
રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?
Burning Cloves : ઘરમાં લવિંગ સળગાવવાથી શું થાય ? જાણી લો
દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રાખવાથી શું થાય ? જાણી લો
રવિચંદ્રન અશ્વિનની વાસ્તવિક ઉંમર કેટલી છે?
દેશની સૌથી અમીર દીકરી, મુકેશ અંબાણી સાથે તેનું છે ખાસ કનેક્શન

બિગ બોસે બનાવી જોડી

તમને જણાવી દઈએ કે ટીના કન્ફેશન રૂમમાંથી બહાર આવતાની સાથે જ કેમેરાની સામે તેના હાથમાં બ્લેક રીંગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. હવે ટીનાને આ રીંગ ક્યાંથી મળી, શાલીને તેને રીંગ આપી હતી. આ રીંગ પ્રેમની છે કે મિત્રતાની, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

બિગ બોસ સભ્યોએ પૂછ્યા સવાલો

બિગ બોસના ઘરમાં રહેતા લોકો પણ ખૂબ જ સ્માર્ટ છે, ટીનાની રીંગ સૌથી પહેલા ગોરી નાગોરીએ નોટિસ કરી હતી, જ્યારે તેણે ટીનાને પૂછ્યું હતું કે તારા હાથમાં રીંગ કેવી રીતે આવી તો ટીના ગોરીને ખોટું બોલતી જોવા મળી હતી. જ્યારે શાલીન ત્યાં પહોંચ્યો, ત્યારે ગોરીએ પણ તેને પૂછ્યું કે તારી બ્લેક રીંગ ક્યાં છે, શાલીને પણ તેને યોગ્ય જવાબ ન આપ્યો, પરંતુ ગોરી સમજી ગઈ કે બંને વચ્ચે કંઈક થયું છે. આ શોમાં શાલીન અને ટીનાની મિત્રતામાં શું નવો વળાંક આવશે તે જોવાનું રસપ્રદ રહેશે.

Next Article