Bigg Boss 16 : અંકિતે શાલીનની ગેમ પ્લાનનો ખુલાસો કર્યો, કહ્યું બધું જ નકલી છે

હવે ધીરે-ધીરે તમામ સ્પર્ધકો બિગ બોસના ઘરમાં તેમના અસલી રંગમાં દેખાવા લાગ્યા છે. લોકો સમજવા લાગ્યા છે કે કોનો ક્યો ગેમ પ્લાન છે.

Bigg Boss 16 : અંકિતે શાલીનની ગેમ પ્લાનનો ખુલાસો કર્યો, કહ્યું બધું જ નકલી છે
Bigg Boss 16 Ankit reveals Shaleen game plan says everything is fake
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 14, 2022 | 10:02 AM

Bigg Boss 16: બીગ બોસ (Bigg Boss 16)ના ઘરમાં દરરોજ કોઈને કોઈ નવો ડ્રામા જોવા મળે છે. આ શો થોડા દિવસો પહેલા જ શરુ થયો છે, તમામ સ્પર્ધકો પોત પોતાની ગેમ સેટ કરવામાં લાગેલા છે. તો કેટલાક સ્પર્ધકો (Contestants) એવા પણ છે, જે પ્રેમ ચક્કરમાં પકડીને શોમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ગૌતમ અને શાલીન વચ્ચે એક અનોખી મજાક મસ્તી ચાલી રહી છે, બંન્ને એક બીજાની મસ્તી કરતા પણ જોવા મળી રહ્યા છે. જેમાં તેઓ છોકરીઓને ફલર્ટ કરતા પણ જોવા મળી રહ્યા છે.

ગૌતમને ગુસ્સો આવ્યો

એક એપિસોડમાં જોવા મળી રહ્યું છે કે, ગૌતમે શાલિનને ગુસ્સે કરવા માટે ટીના સાથે મજાક મસ્તી શરુ કરી હતી. તેની પાસે જઈ બેસી ગયો હતો જેને જોઈ શાલીન પણ સૌંદર્યાની પાસે પહોંચ્યો પરંતુ તેણે ગૌતમથી પણ 2 ડગલા આગળ જઈને સૌંદર્યને કિસ કરી હતી. જેને જોઈ ગૌતમને ગુસ્સો આવ્યો હતો અને તેમણે શાલિનને સાચી ખોટી સંભળાવી હતી, ગૌતમે તેને ચીપ કહ્યો હતો ત્યારબાદ સૌંદર્યાએ ગૌતમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

બિગ બોસે જ્યારે અંકિત ગુપ્તાને બોલાવ્યો

આ સમગ્ર મામલો જોઈ એવું લાગે છે કે, આ બંન્ને મિત્રો વચ્ચે તિરાડ આવી છે છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું કે, શાલિન ટીના સાથે જોવા મળી રહ્યો છે તેમણે ટીના માટે પોતાની ફિલિગ્સ પણ જણાવી હતી પરંતુ બિગ બોસે જ્યારે અંકિત ગુપ્તાને બોલાવ્યો તો તેને કેટલાક સવાલો પુછ્યા હતા જેના પર અંકિતે શાલિન અને ટીના વચ્ચે ચાલી રહેલા ચક્કરને ગેમ પ્લાનનો એક ભાગ જણાવ્યો હતો. તેના જણાવ્યા અનુસાર તે બંન્ને રમતમાં આગળ વધવા માટે એક બીજાનો ઉપયોગ કરી રહ્યા છે અને બંન્ને સ્માર્ટ ગેમ રમી રહ્યા છે.

 

 

આ સિવાય અર્ચનાને બિગ બોસ તરફથી એક સજા સંભળાવી હતી બિગ બોસે તમામ ઘરના સભ્યોને સવાલ કર્યો હતો કે, કોનો અવાજ તમને ઘરમાં સૌથી વધુ પરેશાન કરે છે જેમાં તમામ ઘરવાળાઓએ અર્ચનાનું નામ લીધું હતુ. ત્યારબાદ બિગ બોસે તેને પોતાના અન્ય આદેશ સુધી મૌન રહેવાનું કહ્યું હતુ. ગેમમાં ટ્વિસ્ટએ છે કે, અર્ચનાનો અવાજ બનવા માટે બિગ બોસે શાલીનની પસંદગી કરી છે જે બાદ અર્ચનાએ તેને ખૂબ જ પરેશાન કરતી જોવા મળી હતી.