
બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર પ્રિયદર્શનની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ (Bhooth Bangla) હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ 16 એપ્રિલે રિલીઝ થવાની છે, જે પહેલા મેકર્સ દ્વારા તેનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં ફરી એકવાર અક્ષય કુમારની (Akshay Kumar) જૂની દમદાર કોમેડી જોવા મળી છે.
જૂના ડાયલોગ્સ અને કલાકારોએ લાઈમલાઈટ લૂંટવાનો પ્રયાસ કર્યો છે, જેને જોઈને ચાહકોની જૂની યાદો તાજી થઈ ગઈ છે. ટ્રેલર જોયા પછી લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. 16 એપ્રિલે રિલીઝ થનારી ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં હોરરની સાથે દર્શકોને કોમેડી અને સસ્પેન્સ પણ જોવા મળશે. જો કે, આ ટ્રેલરને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
Beta Bhot time karab chal rha hai
Ja nh To pel dunga
Whattttaaaaa Trailer Bc Maza agya Dekh kr KHILADI is Back apna Time Shuru #Bhoothbangla Trailer out
— NASEER…KHAN❤️✌️ (@nk8628923) April 6, 2026
Loved every bit of #BhoothBangla
Pure nostalgia kya chemistry hai yaar Priyadarshan & Akshay kiBest trailer of Akshay movie , it has everything veteran actor, comedy, horror & unique concept and masterpiece songs https://t.co/jGx4zNxBdZ
— Sharwan Kumar (@sharwan1845_) April 6, 2026
ઘણા લોકોને આ જોઈને જૂના દિવસો યાદ આવ્યા, તો કેટલાકે તેને ઘસાઈ ગયેલું ‘રિપીટેડ કન્ટેન્ટ’ ગણાવ્યું છે. એક યુઝરે ટ્રેલરનો રિવ્યુ આપતા લખ્યું, ‘ભૂત બંગલાનો દરેક ભાગ ખૂબ ગમ્યો. જૂની યાદો તાજી થઈ ગઈ, પ્રિયદર્શન અને અક્ષયની કેમિસ્ટ્રી અદભૂત છે. અક્ષયની ફિલ્મોમાં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ ટ્રેલર, જેમાં બધું જ છે.’ બીજા એક યુઝરે અક્ષયના ડાયલોગના વખાણ કરતા લખ્યું કે, ‘શું ટ્રેલર છે, મજા આવી ગઈ! ખેલાડીએ કમબેક કર્યું છે.’ દરેક વ્યક્તિ અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીના મન ભરીને વખાણ કરતી જોવા મળી રહી છે.
He is back finally ❤️
What a entertaining trailer it is…
The most satisfying thing is that:- “no cringe dialogues in the trailer”Akki is top-notch,wamiqa cherry on the cake❤️, Supporting cast are in top form#Bhoothbangla #AkshayKumar #Wamiqa @iWamiqaGabbi debut pic.twitter.com/bP6iaLkDNL
— Rahul Bhatia (@imrahulbhatia) April 6, 2026
‘ભૂત બંગલા’ને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી છે અને તેઓ તેનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત પરેશ રાવલ, રાજપાલ યાદવ, વામિકા ગબ્બી, તબુ, જીશુ સેનગુપ્તા અને અસરણી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મની એક ખાસ વાત એ છે કે, તે દિવંગત અભિનેતા અસરણીની છેલ્લી ફિલ્મ છે. ઉલ્લેખનીય છે કે, અસરણીનું ગત વર્ષે 2025માં નિધન થયું હતું. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકશે કે નહીં?