ફિટનેસની દિવાની છે ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ, જીમમાં નહીં પણ ઘરે વર્કઆઉટ કરતો વાયરલ થયો Video

Akshara Singh Fitness: ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહની (Akshara Singh) સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. એક્ટ્રેસ પોતાની ફિટનેસને લઈને પણ એલર્ટ રહે છે. અક્ષરા સિંહે ઘરે વર્કઆઉટ કરતી વખતે એક વીડિયો શેર કર્યો છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે.

ફિટનેસની દિવાની છે ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ, જીમમાં નહીં પણ ઘરે વર્કઆઉટ કરતો વાયરલ થયો Video
Akshara Singh
| Edited By: | Updated on: Apr 25, 2023 | 10:26 PM

Akshara Singh Instagram Video: ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહનો જાદુ તેના ફેન્સને દિવાના બનાવે છે. ફિલ્મો સિવાય અક્ષરા સિંહ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. અક્ષરા સિંહ પોતાની ફિટનેસનું પણ ખૂબ ધ્યાન રાખે છે. ઘર હોય કે જીમ, તે ક્યારેય તેનું ડેઈલી વર્કઆઉટ મિસ કરતી નથી. અક્ષરા સિંહે તેનો લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે જેમાં તે ઘરે જોરદાર વર્કઆઉટ કરી રહી છે.

અક્ષરા સિંહે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા લખ્યું છે કે ‘કોઈપણ સ્થિતિમાં વર્કઆઉટ સ્કિપ કરશો નહીં. આ મોટીવેશન તમારા ગીતોમાંથી આવે છે. અક્ષરા જે પ્રોપની મદદથી એક્સરસાઈઝ કરી રહી છે તેને ભોજપુરમાં લોડિયા કહેવામાં આવે છે. અક્ષરા સિંહે તેના ફેન્સને પણ કહ્યું છે કે તમે લોકો આને શું કહો છો તે કોમેન્ટ કરીને જણાવો.

અક્ષરા સિંહે વધુ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ફેમસ રીલ સોન્ગ ‘કતાનિયાં’ ગાઈ રહી છે. યલો ટી-શર્ટ અને જીન્સમાં એક્ટ્રેસના ગજબ એક્સપ્રેશન આપી રહી છે. અક્ષરા સિંહ ભોજપુરીની ટોપ એક્ટ્રેસ છે, તેના વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

આ સિવાય અક્ષરા સિંહે વધુ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અક્ષરા સિંહ સૂટ પહેરેલી જોવા મળી રહી છે. તેણે તેના કપાળ પર ટીકો લગાવ્યો છે, જેને જોઈને લાગે છે કે એક્ટ્રેસ મંદિરથી પરત ફરી રહી છે. વીડિયોમાં અક્ષરા ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Viral Video: ‘શાદી કબ હૈ, હમ કુર્તા સિલવા લેતે હૈ’ પરિણીતી ચોપરાને પૂછવામાં આવ્યો આ સવાલ, એક્ટ્રેસે કહ્યું- તમે લોકો પાગલ થઈ ગયા છો

અક્ષરા સિંહના ફેન્સ માત્ર ભોજપુરી સિનેમામાં જ નથી, પરંતુ બોલિવુડમાં પણ તેના ફેન્સની લાંબી લિસ્ટ છે. હાલમાં જ સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશી ચક્રવર્તીએ જણાવ્યું હતું કે તે અક્ષરા સિંહનો મોટો ફેન છે અને તેની સાથે ફિલ્મોમાં કામ કરવા માંગે છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…