Bawaal Release Date: ‘બવાલ’ની અચાનક બદલાઈ રિલીઝ ડેટ, જાણો ક્યારે રિલીઝ થશે વરુણ ધવન-જાહ્નવી કપૂરની ફિલ્મ

Bawaal Release Date: વરુણ ધવન અને જાહ્નવી કપૂરની (Janhvi Kapoor) મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બવાલ'ની રિલીઝ ડેટ મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવી છે. મેકર્સે ટ્વિટ કરીને ફિલ્મની રિલીઝ ડેટ વિશે જાણકારી આપી છે.

Bawaal Release Date: બવાલની અચાનક બદલાઈ રિલીઝ ડેટ, જાણો ક્યારે રિલીઝ થશે વરુણ ધવન-જાહ્નવી કપૂરની ફિલ્મ
Varun Dhawan - Janhvi Kapoor
| Edited By: | Updated on: Mar 22, 2023 | 9:18 PM

Bawaal Release Date : વરુણ ધવન અને જાહ્નવી કપૂર સ્ટારર મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘બવાલ’ની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. ફિલ્મમેકરે તેના અપકમિંગ પ્રોજેક્ટ ‘બવાલ’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. મેકર્સે ટ્વિટ કરીને ફિલ્મની રિલીઝ ડેટ વિશે જાણકારી આપી છે. આ ફિલ્મ પહેલા એપ્રિલમાં રિલીઝ થવાની હતી.

ક્યારે રિલીઝ થશે ‘બવાલ’

‘છિછોરે’ જેવી સફળ ફિલ્મ આપ્યા બાદ સાજીદ નડિયાદવાલા અને નિતેશ તિવારીની જોડી ફરી એકવાર ફિલ્મ ‘બવાલ’ લઈને આવી રહી છે. ‘છિછોરે’ માટે બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો, ‘બવાલ’ની રિલીઝ ડેટ લઈને મેકર્સે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, “રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સાજિદ નડિયાદવાલા અને નિતેશ તિવારી ‘બવાલ’ સાથે પરત ફર્યા છે. 6મી ઓક્ટોબર 2023ના રોજ તમારી નજીકના થિયેટરોમાં તેમની એપિક ક્રિએક્શન જુઓ! સ્ટાટિંગ વરુણ ધવન અને જાહ્નવી કપૂર.”

‘બવાલ’માં જોવા મળશે વરુણ અને જાહ્નવીની નવી જોડી

તમને જણાવી દઈએ કે રોમેન્ટિક પીરિયડ એક્શન-ડ્રામા ‘બવાલ’માં જાહ્નવી કપૂર અને વરુણ ધવનની નવી જોડી જોવા મળશે. આ પહેલા આ ફિલ્મ 7મી એપ્રિલ 2023ના રોજ રીલિઝ થવાની હતી પરંતુ વીએફએક્સ સમસ્યાઓના કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. આ ફિલ્મ વરુણ ધવનના કરિયરની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ કહેવાય છે. ‘બવાલ’નું નિર્માણ નડિયાદવાલાએ ગ્રાન્ડસનના બેનર હેઠળ સાજિદ નડિયાદવાલા દ્વારા કરવામાં આવ્યું છે અને અર્થસ્કાય પિક્ચર્સ દ્વારા કો-પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Shilpa Shetty: ‘કેડી ધ ડેવિલ’ ફિલ્મમાંથી શિલ્પા શેટ્ટીનો ફર્સ્ટ લુક રિલીઝ, સ્વેગમાં જોવા મળી એક્ટ્રેસ

‘બવાલ’ એક લવ સ્ટોરી છે

‘બવાલ’ એક લવ સ્ટોરી છે એવું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ એપ્રિલમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં ફ્લોર પર ગઈ હતી. તેનું શૂટિંગ પેરિસ, બર્લિન, પોલેન્ડ, એમ્સ્ટરડેમ, ક્રાકો, વોર્સો સિવાય ભારતમાં પણ થયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મના એક્શન ડાયરેક્ટર અને સ્ટંટમેનને જર્મનીથી હાયર કરવામાં આવ્યા હતા. ફિલ્મના ક્રૂમાં 700 થી વધુ લોકો સામેલ હતા.