
Dhurandhar In Trouble : રણવીર સિંહની ફિલ્મ “ધુરંધર” બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે, પરંતુ હવે તે મુશ્કેલીઓનો સામનો કરી રહી હોય તેવું લાગે છે. ગુજરાત હાઈકોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે. “ધુરંધર” ના એક ડાયલોગ સામે વાંધો ઉઠાવ્યો છે. તો ચાલો જોઈએ શું છે સમગ્ર મામલો
બલોચ સમુદાયના કેટલાક સભ્યોએ રણવીર સિંહની ફિલ્મ ધુરંધરના એક ડાયલોગ પર આપત્તિ વ્યક્ત કરી હતી. તેમણે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે અને ડાયરેક્ટર આદિત્ય ધર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. આ સાથે ડાયલોગને પણ ફિલ્મમાંથી દુર કરવાની માંગ કરી છે. તેમણે ડાયલોગને લઈ કહ્યું કે, બલોચ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવ્યો છે.
ફિલ્મમાં સંજય દત્તનું કેરેક્ટર ચૌધરી અસલમે બલોચ સમુદાયનો એક ડાયલોગ બોલ્યો છે. જેના પર હવે બબાલ શરુ થઈ છે. ફિલ્મમાં સંજય દત્ત કહે છે, મગરમચ્છ પર ભરોસા કર શકતે હૈ પર બલોચ પર નહી. આ ડાયલોગ વિરુદ્ધ ગાંધીનગરમાં રહેતા યાસીન બલોચ અને બનાસકાંઠામાં રહેતા આયુબ બલોચે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
અરજદારોએ માંગ કરી છે કે, જયાં સુધી ધુરંધરમાં ઉપયોગ કરાયેલા ડાયલોગને તમામ વર્ઝનમાંથી મ્યુટ ન કરવામાં આવે ત્યાં સુધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને આ સર્ટિફિકેટમાં ફેરફાર કરવો જોઈએ.તેમણે કોર્ટને અપીલ કરી છે કે CBFC ને ફરીથી ફિલ્મ રિવ્યુ કરવા અને બંધારણ અને કાયદા અનુસાર ફેરફારો કરવા આદેશ આપવામાં આવે.
ધુરંધરને લઈ સતત વિવાદો થઈ રહ્યા છે. જેના પર પ્રોપગેન્ડા ફિલ્મ હોવાનો પણ આરોપ લાગ્યો છે અને કેટલાક લોકો આના વિરુદ્ધ પોતાનું મંતવ્ય આપ્યું છે. ભલે ફિલ્મ વિવાદમાં હોય. પરંતુ આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી રહી છે. ધુરંધર વર્ષ 2025માં સૌથી વધારે કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની છે. જેને કંતારા ચેપ્ટર 1ને પણ પાછળ છોડી છે. આ સિવાય આ ઓલટાઈમ કમાણી મામલે ટોપ 10 ફિલ્મોમાં સામેલ થઈ છે.
ધુરંધર ફિલ્મે અત્યારસુધી બોક્સ ઓફિસ પર 590 કરોડથી વધારે કમાણી કરી છે. હજુ પણ કમાણી સારી એવી જોવા મળી રહી છે. વર્લ્ડવાઈડ ફિલ્મે 907 કરોડની કમાણી કરી છે. એવું પણ માનવમાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ ટુંક સમયમાં 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.