
Bollywood News : કોઈપણ ફિલ્મ મજબૂત વાર્તા સાથે બને છે, અભિનયથી હૃદયને સ્પર્શે છે અને દિગ્દર્શનથી મનમાં ઉતરી જાય છે. જો ત્રણેય મજબૂત હોય, તો ફિલ્મના બજેટમાં કોઈ ફરક પડતો નથી. કારણ કે દર્શકો થિયેટરોમાં જઈને એવી વાર્તા જોવા જાય છે જેની સાથે તેઓ કનેક્ટ થઈ શકે. મરાઠી ફિલ્મ ‘બાઈપણ ભારી દેવા’ દર્શકોના દિલ સાથે જોડવામાં સંપૂર્ણ રીતે સફળ રહી છે. એક નાની વાર્તા અને જીવનની ખાટી-મીઠી વાતોથી વણાયેલી પાંચ કરોડ રૂપિયાના બજેટવાળી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
‘બાઈપણ ભારી દેવા’ બોક્સ ઓફિસ પર 14 દિવસથી ટકી રહી છે અને તેણે 36.78 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મના 14મા દિવસના કલેક્શનનો પ્રારંભિક અંદાજ આશરે 2.50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ રીતે ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કલેક્શન કર્યું છે.
‘બાઈપણ ભારી દેવા’ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જ દિવસમાં 6.10 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને સૌથી મોટી સિંગલ ડે કલેક્શન ફિલ્મ સાબિત થઈ છે. ફિલ્મનું સેકન્ડ વીકએન્ડ કલેક્શન (રૂપિયા 13.50 કરોડ) તેના પહેલા સપ્તાહના કલેક્શન (રૂપિયા. 12.5 કરોડ) કરતા વધારે હતું. આ રીતે તે ફિલ્મ નિર્માતાઓ માટે એક મોટો સોદો સાબિત થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે, ‘બાઈપણ ભારી દેવા’ Jio સ્ટુડિયો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ માધુરી ભોસલે અને જિયો સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. રોહિણી હટ્ટંગડી, વંદના ગુપ્તે, સુકન્યા માને, શિલ્પા નવલકર, સુચિત્રા બાંદેકર અને દીપા પરબ જેવી તેજસ્વી સ્ટાર કાસ્ટ ‘બાઈપણ ભારી દેવા’માં જોવા મળે છે. કેદાર શિંદેએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.