Prabhas and Anushka Shetty : ફરી રોમાન્સ કરતાં જોવા મળશે બાહુબલી ફેમ પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી, આ ડિરેક્ટરની ફિલ્મમાં કરશે કામ

|

Jul 02, 2022 | 9:22 AM

પ્રભાસ (Prabhas) અને અનુષ્કા શેટ્ટી (Anushka Shetty) વચ્ચેના સંબંધોને લઈને ઘણી વખત ખબરો આવી ચૂકી છે. જો કે આ મામલે બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Prabhas and Anushka Shetty : ફરી રોમાન્સ કરતાં જોવા મળશે બાહુબલી ફેમ પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી, આ ડિરેક્ટરની ફિલ્મમાં કરશે કામ
Prabhas and Anushka Shetty

Follow us on

Prabhas And Anushka Shetty : દક્ષિણ સિનેમાના દિગ્ગજ અભિનેતા પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની જોડી ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળી શકે છે. આ બંને સ્ટાર્સે સાથે મળીને ઘણી ફિલ્મો કરી છે. આ બંને કલાકારોને એકસાથે જોવા માટે ચાહકો પણ ઘણી વાર ઉત્સાહિત હોય છે. તમને જણાવી દઈએ કે પ્રભાસ (Prabhas) અને અનુષ્કા શેટ્ટી વચ્ચેના સંબંધોને લઈને ઘણી વખત ખબરો આવી ચુકી છે. જો કે આ મામલે બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે, લેટેસ્ટ માહિતી અનુસાર, પ્રભાસ અને અનુષ્કા ફરી એકવાર સાથે જોવા મળવાના છે.

પ્રભાસ-અનુષ્કા સાથે જોવા મળશે

તમને જણાવી દઈએ કે પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીએ બિલ્લા, મિર્ચી અને બાહુબલી જેવી ફિલ્મોમાં સ્ક્રીન શેર કરી છે. પરંતુ લાંબા સમયથી આ જોડી ફિલ્મી પડદાથી દૂર હતી. નોંધનીય છે કે પ્રભાસ આવનારા સમય માટે કેટલીક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તો ત્યાં જ, અનુષ્કા શેટ્ટી તેના વજનને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ જ કારણ છે કે તે ફિલ્મોમાં કામ કરી શકતી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં જ અનુષ્કા શેટ્ટીએ ડિરેક્ટર મારુતિને લીલી ઝંડી આપી દીધી છે. ડિરેક્ટર મારુતિ ટૂંક સમયમાં એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે, જેમાં તે પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી સાથે કામ કરતા જોવા મળશે.

ફિલ્મમાં હશે ત્રણ અભિનેત્રીઓ

જો કે, હજુ સુધી આ ફિલ્મ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જો સૂત્રોનું માનીએ તો મેકર્સ આ વર્ષે દશેરા પર ફિલ્મની જાહેરાત કરી શકે છે. પ્રભાસ અને અનુષ્કા એકસાથે જોવા મળતાં ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. સૂત્રો જણાવી રહ્યા છે કે આ ફિલ્મમાં ત્રણ અભિનેત્રીઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શેટ્ટી સિવાય અન્ય બે અભિનેત્રીઓના નામની જાહેરાત થવાની બાકી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ બધા સિવાય તમને એ પણ જણાવી દઈએ કે આ ફિલ્મને કોમિક એન્ટરટેઈનર કહેવામાં આવી રહી છે. નિર્માતા ડીવીવી દનૈયા આ ફિલ્મનું નિર્માણ કરશે. આ સાથે એવું પણ જાણવા મળ્યું છે કે, મેકર્સની યોજના મુજબ આ ફિલ્મ બે કે ત્રણ શેડ્યુલમાં પૂરી કરવામાં આવશે. ફિલ્મ સંબંધિત બાકીની માહિતી પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. આ સમાચાર સામે આવ્યા બાદ બાહુબલી ફેમ પ્રભાસ અને અનુષ્કાના ફેન્સની ખુશીનો પાર નથી. તમને જણાવી દઈએ કે બાહુબલીમાં પ્રભાસ અને અનુષ્કા બંનેની જોડી અને એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

Next Article