AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફક્ત અવાજ જ નહીં, હાથમાં પણ હતો અદભુત હુનર, સંગીતની રાણી આશા ભોસલેને ભોજનમાં શું હતું સૌથી પ્રિય જાણો ?

આશા ભોસલેના નિધનથી માત્ર સંગીત જગત જ નહીં, પણ રાંધણકળાની દુનિયાએ પણ એક અનમોલ રત્ન ગુમાવ્યું છે. શું તમે જાણો છો કે ટોમ ક્રૂઝ જેવા હોલીવુડ સ્ટાર્સ પણ તેમના સ્વાદના દીવાના હતા? વાંચો આશા તાઈની જિંદગીના એ પાસાઓ જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય.

ફક્ત અવાજ જ નહીં, હાથમાં પણ હતો અદભુત હુનર, સંગીતની રાણી આશા ભોસલેને ભોજનમાં શું હતું સૌથી પ્રિય જાણો ?
Image Credit source: TV9 Network
| Updated on: Apr 13, 2026 | 3:50 PM
Share

આશા ભોસલે એટલે એક એવો અવાજ જેણે દાયકાઓ સુધી દુનિયા પર રાજ કર્યું. પરંતુ 92 વર્ષની વયે તેમના વિદાય બાદ હવે તેમની જિંદગીનું એક એવું પ્રકરણ ચર્ચામાં છે જે તેમના સૂર જેટલું જ મધુર અને સ્વાદિષ્ટ હતું. બહુ ઓછા લોકો જાણે છે કે આશા તાઈ માત્ર ગાયિકા જ નહીં, પણ એક કુશળ શેફ અને સફળ બિઝનેસવુમન પણ હતા.

બાળપણના એ મોટા વાસણો અને સ્વાદની શોધ

આશા તાઈના ભોજન પ્રત્યેના પ્રેમની વાર્તા તેમના બાળપણથી શરૂ થાય છે. એક મુલાકાતમાં તેમણે યાદ કર્યું હતું કે જ્યારે તેઓ પિતાની થિયેટર કંપની સાથે મુસાફરી કરતા, ત્યારે રસોડામાં રંધાતા ગરમાગરમ ભોજનની સુગંધ તેમને આકર્ષતી. તેમને જમવા કરતા પણ વધારે એ જોવામાં આનંદ આવતો કે લોકો સ્વાદિષ્ટ ભોજન જમીને કેટલા ખુશ થાય છે. બસ, આ જ ખુશીએ તેમને રસોઈના શોખીન બનાવી દીધા.

View this post on Instagram

A post shared by Asha Bhosle (@asha.bhosle)

જ્યારે ટોમ ક્રૂઝ પણ બન્યા તેમના સ્વાદના ચાહક

આશા ભોસલેનો આ શોખ માત્ર ઘરની રસોઈ સુધી સીમિત ન રહ્યો. તેમણે ‘Asha’s’ નામથી રેસ્ટોરન્ટ્સની આખી ચેઈન ઊભી કરી દીધી. દુબઈથી શરૂ થયેલી આ સફર આજે કુવૈત, કતાર, બર્મિંગહામ અને લંડન સુધી ફેલાયેલી છે. બર્મિંગહામમાં આવેલી તેમની મિશેલિન-સ્ટાર રેસ્ટોરન્ટમાં તો હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ પણ જમવા માટે આવી ચૂક્યા છે. આ કોઈ નાની સફળતા નહોતી; તેમણે સાબિત કર્યું કે કળા અને વેપાર કેવી રીતે એકસાથે ચાલી શકે.

ખાસ શું હતું તેમના મેનૂમાં?

આશા તાઈના હાથની રસોઈ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત હતી. તેમના વિશેની કેટલીક રસપ્રદ વાતો અહીં છે:

  • માં કી દાલ: પેશાવરી શૈલીની ‘માં કી દાલ’ તેમની સૌથી પ્રિય વાનગી હતી. તેઓ કહેતા કે આ દાલનો જે સ્વાદ તેઓ બનાવે છે, તે બીજે ક્યાંય નથી મળતો.
  • મિત્રો પાસેથી શીખ્યો હુનર: તેમણે અભિનેત્રી માલા સિંહા પાસેથી મોમોઝ બનાવતા શીખ્યા હતા, તો ગીતકાર મજરૂહ સુલતાનપુરીના પત્ની પાસેથી લખનૌવી વાનગીઓ શીખી હતી.
  • બંગાળી કનેક્શન: સાસરી બંગાળમાં હોવાથી માછલી અને અન્ય બંગાળી વાનગીઓ પર પણ તેમનો મજબૂત હાથ હતો.
  • મહારાષ્ટ્રીયન સ્વાદ: વરણ-ભાત અને સોલ કઢી જેવી સાદી પણ સ્વાદિષ્ટ વાનગીઓ તેમની જિંદગીનો અભિન્ન હિસ્સો હતી.

એક રસોડું જ્યાં આખું બોલિવૂડ જમતું

આશા તાઈ જ્યારે રસોડામાં ઉતરતા ત્યારે 60 થી 70 લોકોનું જમવાનું મોટા તપેલામાં જાતે જ બનાવતા. તેમના ઘરે દર અઠવાડિયે કલાકારોનો મેળો જામતો અને દરેક વ્યક્તિ આશા તાઈના હાથના જાદુનો સ્વાદ ચાખવા આતુર રહેતી.

આજે ભલે આશા તાઈ આપણી વચ્ચે નથી, પણ તેમના ગીતોના સૂર અને વિશ્વભરની તેમની રેસ્ટોરન્ટ્સમાં પીરસાતો સ્વાદ હંમેશા તેમની યાદ અપાવતો રહેશે.

Breaking News : આશા ભોંસલેનો આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ

Follow Us
અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર
અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર
આવકના નવા સ્ત્રોત ઊભા થશે, આત્મવિશ્વાસ ચરમસીમા પર હશે
આવકના નવા સ્ત્રોત ઊભા થશે, આત્મવિશ્વાસ ચરમસીમા પર હશે
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા
ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
g clip-path="url(#clip0_868_265)">