Aryan Khan એ પોતાનો પહેલો પ્રોજેક્ટ શરૂ કર્યો, Suhana Khan અને ગૌરી ખાને કર્યો પ્રોત્સાહિત, Photo Viral

Aryan Khan BTS Pics : આર્યન ખાને હાલમાં જ તેનો પહેલો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તે એક જાહેરાતનું શૂટિંગ કરી રહ્યો છે, જેમાં શાહરૂખ ખાન જોવા મળશે. આવી સ્થિતિમાં સુહાના ખાને આર્યનનો BTS ફોટો શેર કરીને તેને પ્રોત્સાહિત કર્યો છે.

Aryan Khan એ પોતાનો પહેલો પ્રોજેક્ટ શરૂ કર્યો, Suhana Khan અને ગૌરી ખાને કર્યો પ્રોત્સાહિત, Photo Viral
Aryan Khan BTS Pics
| Edited By: | Updated on: Apr 25, 2023 | 1:26 PM

Aryan Khan First Project : શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ વખતે કારણ કંઈક બીજું છે. જેમ કે તમે જાણો છો કે આર્યન એ તેનો પહેલો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં તે તેના પિતા શાહરૂખ ખાનનું નિર્દેશન કરતો જોવા મળશે. હાલમાં જ સેટ પરથી આર્યનનો ફોટો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Viral Video: જ્યારે સલમાન ખાનને મળ્યો શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન, ફેન્સે આપી આવી પ્રતિક્રિયા

સુહાના ખાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં આર્યનનો ઇન્ટેન્સ લુક લોકોને ખૂબ જ પ્રભાવિત કરી રહ્યો છે. ગયા દિવસે સુહાનાની સાથે શાહરૂખે આર્યન દ્વારા નિર્દેશિત થનારી બ્રાન્ડની જાહેરાતનું ટીઝર પણ શેર કર્યું હતું. જણાવી દઈએ કે, આર્યને એક્ટિંગના બદલે ડાયરેક્શનથી પોતાની કરિયર શરુ કરવાની યોજના બનાવી છે.

તમને જણાવી દઈએ કે આર્યન ખાનનો આ ફોટો ડાયરેક્ટરમાં કરિયર બનાવશે તેવી ચર્ચા જગાવી રહ્યો છે. ફોટો કહી રહ્યો છે કે, સ્ટાર કિડ્સ ડાયરેક્શનની દૂનિયા આગળ વધી શકે છે. સુહાના ખાને શેર કરેલી પોસ્ટ તેની સાબિતી આપે છે.

સુહાનાની પોસ્ટ અહીં જુઓ

બીજી તરફ શાહરૂખ ખાને પણ તેના પુત્રના નિર્દેશનમાં બની રહેલી જાહેરાતની ઝલક શેર કરી હતી. જણાવી દઈએ કે આ એડ શૂટ માટે શાહરૂખ અને ગૌરીએ તેમના પુત્રને ઘણો સપોર્ટ કર્યો છે. હવે સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે સ્ટાર્સ પણ આર્યનને તેના આગામી પ્રોજેક્ટ માટે અભિનંદન આપી રહ્યા છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આર્યન એ ગયા વર્ષે આ “lifestyle luxury collective” બ્રાન્ડ લોન્ચ કરી હતી.

તમને જણાવી દઈએ કે, આર્યનની આ એડ આજે સંપૂર્ણ રીતે રિલીઝ થશે. જેની જાણકારી શાહરૂખ ખાને ટીઝર રિલીઝની સાથે જ આપી હતી. આર્યન ખાન શાહરૂખનો પુત્ર છે. આવી સ્થિતિમાં અભિનેતા માટે તેના પુત્રના ડાયરેક્શનમાં કામ કરવું ગર્વની વાત છે. આર્યનના ડાયરેક્શનમાં બની રહેલી આ જાહેરાતને જોઈને ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે.

શું આર્યન ખાન એક્ટિંગમાં હાથ અજમાવશે?

બોલિવુડમાં એવા ઘણા લોકો છે, જે એક્ટિંગ પહેલા ડાયરેક્ટરનું કામ કરી ચૂક્યા છે. જેમ કે, રિતિક રોશન, કરણ જોહર વગેરે. અભિનેતા બનતા પહેલા અમોલ પાલેકરે દિગ્દર્શક તરીકે થિયેટર જગતમાં કાયમી ઓળખ બનાવી હતી. તેમજ રિતિક રોશને પણ આસિસિટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. ફિલ્મ નિર્માતા કરણ જોહરે સહાયક દિગ્દર્શક તરીકે અને 1995ની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ)માં નાની સહાયક ભૂમિકામાં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જોહર ફિલ્મમાં મુખ્ય અભિનેતા શાહરૂખ ખાનના મિત્ર રોકી તરીકે જોવા મળ્યો હતો, તેમજ 1998માં આવેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. ડાયરેક્ટરનું કામ કરીને સેલિબ્રિટી એક્ટિંગ તરફ વળ્યા છે તો હવે આવનારો સમય જ બતાવશે કે આર્યન ખાન પોતે ડાયરેક્ટરનું કામ કરીને પછી એક્ટિંગમાં હાથ અજમાવે એ તો હવે જોવું રહ્યું.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 1:24 pm, Tue, 25 April 23