જામીનની શરતોમાં છૂટ મેળવવા આર્યન ખાન પહોંચ્યો બોમ્બે HC, NCB ઓફિસ પર દર અઠવાડિયે હાજરી આપવાથી માંગી રાહત

|

Dec 10, 2021 | 10:06 PM

બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને જામીન આપતાં 14 શરતો પણ મૂકી હતી. જેમાં તેમણે દર શુક્રવારે NCB ઓફિસમાં હાજર થવાનું રહેશે તેમ જણાવાયું હતું. તે જ સમયે, તેને પરવાનગી વિના દેશ છોડવાની મંજૂરી પણ નથી.

જામીનની શરતોમાં છૂટ મેળવવા આર્યન ખાન પહોંચ્યો બોમ્બે HC, NCB ઓફિસ પર દર અઠવાડિયે હાજરી આપવાથી માંગી રાહત
Aryan Khan reaches Bombay HC

Follow us on

બોલિવૂડ (Bollywood) અભિનેતા શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાને (Aryan Khan) આજે બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High court) અરજી કરી છે. આર્યને ક્રૂઝ ડ્રગ્સ (Aryan Khan Drug Case) કેસમાં જામીનની શરતોમાં છૂટછાટ માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. આર્યન ખાને જામીનની શરતોમાં સુધારો કરવાની માંગ કરી છે. શાહરૂખ ખાનના પુત્રએ કોર્ટમાં આપેલી અરજીમાં કહ્યું છે કે તે અત્યાર સુધી દર શુક્રવારે NCB ઓફિસમાં હાજરી આપવા માટે તે હાજર રહ્યો છે. હવે આર્યને બોમ્બે હાઈકોર્ટ પાસેથી કેટલીક શરતોમાં છૂટછાટની માંગ કરી છે.

આર્યન ખાને કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે ડ્રગ્સ કેસની તપાસ હવે દિલ્હી NCBની વિશેષ ટીમને સોંપવામાં આવી છે આથી તેણે હવે મુંબઈ NCB ઓફિસમાં હાજર થવાની શરતમાં રાહત આપવી જોઈએ. અરજીમાં આર્યન ખાને કહ્યું છે કે NCB ઓફિસની બહાર મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓની હાજરીને કારણે તેને પોલીસની સાથે MCB ઓફિસ જવું પડે છે. બોમ્બે હાઈકોર્ટ આ મામલે આગામી સપ્તાહે સુનાવણી કરે તેવી શક્યતા છે. આર્યનના વકીલોએ આ માહિતી આપી છે.

જણાવી દઈએ કે આર્યન ખાનની NCB દ્વારા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સનો ઉપયોગ, વેચાણ અને ખરીદી કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હાઇકોર્ટે 28 ઓક્ટોબરે આર્યનને જામીન આપ્યા હતા. દર શુક્રવારે NCB ઓફિસમાં હાજર રહેવાની શરતે તેને જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ હવે આર્યન ખાન હાજરીની શરતોમાં છૂટછાટની માંગ કરી રહ્યો છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને જામીન આપતાં 14 શરતો પણ મૂકી હતી. જેમાં તેમણે દર શુક્રવારે NCB ઓફિસમાં હાજર થવાનું રહેશે તેમ જણાવાયું હતું. તે જ સમયે, તેને પરવાનગી વિના દેશ છોડવાની મંજૂરી પણ નથી. હવે આર્યન ખાન ઈચ્છે છે કે તેને દર અઠવાડિયે મુંબઈ NCB ઓફિસમાં હાજર થવા દેવામાં આવે. તેમનું કહેવું છે કે ઓફિસની બહાર મીડિયાની હાજરીને કારણે તેમને પોલીસ સાથે હાજર થવા માટે NCB ઓફિસ જવું પડે છે.

આ પણ વાંચો –

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સરયૂ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, 14 લાખ હેક્ટર વિસ્તારને મળશે પાણી અને 29 લાખ ખેડૂતોને થશે ફાયદો

આ પણ વાંચો –

Virat Kohli: વિરાટ કોહલીને કેપ્ટન પદે થી હટાવવાના નિર્ણયને લઇ દિગ્ગજને આશ્વર્ય, કહ્યુ, ટીમને બનાવવી મુશ્કેલ છે, તોડી દેવી ખૂબ જ સરળ

આ પણ વાંચો –

Mumbai cruise drugs case: બસ સ્ટેન્ડથી પકડાયેલ કથિત ડ્રગ સપ્લાયરે, જામીન માટે મુંબઈ કોર્ટમાં કરી અરજી

Next Article