Arrest Jubin Nautiyal : ફેન્સ કરી રહ્યા છે જુબિન નૌટિયાલની ધરપકડની માગ, જાણો કેમ

સોશિયલ મીડિયા પર અરેસ્ટ જુબિન નૌટિયાલ (Jubin Nautiyal) ટ્રેન્ડ થવા લાગ્યું છે. ટ્વિટર પર યુઝર્સ આ હેશટેગનો ઉપયોગ કરીને કહી રહ્યા છે કે આ બોલિવૂડનો અસલી ચહેરો છે.

Arrest Jubin Nautiyal : ફેન્સ કરી રહ્યા છે જુબિન નૌટિયાલની ધરપકડની માગ, જાણો કેમ
Jubin nautiyal Accident
| Edited By: | Updated on: Sep 10, 2022 | 3:16 PM

બોલિવૂડને લઈને દરરોજ કોઈને કોઈ નવી કોન્ટ્રોવર્સી સાંભળવા મળે છે. પરંતુ હવે લોકો માત્ર એક્ટર્સને જ નહીં પરંતુ સિંગર્સને (Indian Singer) પણ નિશાન બનાવી રહ્યા છે. બોલિવૂડના ફેમસ સિંગર જુબિન નૌટિયાલ (Jubin Nautiyal) આ ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે. ટ્વિટર પર હેશટેગ અરેસ્ટ જુબિન નૌટિયાલ ટ્રેન્ડ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે જુબિને ‘બેવફા તેરા મસૂર ચેહરા’થી લઈને ‘રાતા લાંબીયાના’, ‘દિલ ગલત કર બેતા હૈ’, ‘તુમ હી આના’ સુધીના ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. પરંતુ આ સુંદર ગીતોથી ફેન્સનું દિલ જીતનાર સિંગર જુબીન નૌટિયાલ હવે એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે.

ટૂંક સમયમાં અમેરિકામાં જુબિનનો મ્યુઝિકલ કોન્સર્ટ થવાનો છે. તે આ કોન્સર્ટને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. પરંતુ સોશિયલ મીડિયા પર આ કોન્સર્ટના કારણે જુબિન ટ્રોલ થઈ રહ્યો છે. જુબિનના ટ્રોલ થવા પાછળનું કારણ છે તેનો એક ઓર્ગેનાઈઝર. આ ઓર્ગેનાઈઝરનું નામ જયસિંહ છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે જયસિંહ પંજાબનો વોન્ટેડ ગુનેગાર છે. ચંદીગઢ પોલીસ છેલ્લા 30 વર્ષથી જયસિંહને શોધી રહી છે.

જાણો કોણ છે જયસિંહ

જુબિન નૌટિયાલના કોન્સર્ટના એક ઓર્ગેનાઈઝર જયસિંહ પર પોલીસ દ્વારા વીડિયોની પાયરસી અને ડ્રગ્સની દાણચોરીનો આરોપ લગાવ્યો છે. હાલ જયસિંહ યુએસએમાં રહે છે. તે પંજાબનો રહેવાસી હતો.

એક ટ્વીટના કારણે થયો પર્દાફાશ

જુબિનની એક વાયરલ પોસ્ટને કારણે તેના કોન્સર્ટનું ઓર્ગેનાઈઝર કરનાર જયસિંહનો પર્દાફાશ થયો હતો. તેની કોન્સર્ટ પોસ્ટને રેહાન સિદ્દીકી નામના સોશિયલ મીડિયા યુઝરે ફરીથી પોસ્ટ કરતા જયસિંહને ટેગ કરીને કહ્યું કે, “મારો ફેવરિટ સિંગર હોસ્ટન આવી રહ્યો છે. આ ખરેખર સારું છે જયસિંહ. હવે તમારા ગ્રેટ પ્રેઝેન્ટેશનની રાહ જોઈ રહ્યા છીએ.”

અહીં જુઓ ફેન્સની ગુસ્સાથી ભરપૂર ટ્વિટ

 

ટ્રોલ થઈ રહ્યો છે જુબિન નૌટિયાલ

આ પોસ્ટ બાદ અરેસ્ટ જુબિન નૌટિયાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો છે. ટ્વિટર પર યુઝર્સ આ હેશટેગનો ઉપયોગ કરીને કહી રહ્યા છે કે આ બોલિવૂડનો અસલી ચહેરો છે. તે એક બ્લેકલિસ્ટેડ પર્સનાલિટી સાથે કામ કરી રહ્યો છે, જે ખરેખર શરમજનક છે.