Anushka Sharma : વિદેશમાં છેલ્લા કેટલાક સમયથી ખુબ ગરમી પડી રહી છે, જુલાઈનો અડધો મહિનો પસાર થઈ ગયો છે પરંતુ ગરમી હજુ પણ વધી રહી છે.સામાન્ય લોકોથી લઈ બોલિવુડ સ્ટાર (Bollywood star) પણ આ ગરમીના મારથી પરેશાન છે, સોશિયલ મીડિયા (Social media)પર હાલમાં વિદેશમાં ગયેલી કેટલીક અભિનેત્રીએ ગરમીને લઈ પોસ્ટ શેર કરી છે, વિરાટ કોહલી અને તેની પત્ની બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma ) અને અભિનેત્રી પરિણીતિ ચોપરા હાલમાં વિદેશ પ્રવાસ પર છે, જ્યાં તેણે ગરમીના તાપમાનને લઈ પોસ્ટ શેર કરી છે. તો ચાલો તમને જણાવીએ કે, વિદેશમાં શું છે મૌસમનો હાલ
તમને જણાવી દઈએ કે, પરિણીતિ ચોપરા હાલમાં લંડનમાં છે, અભિનેત્રીએ લંડનમાંથી એક ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરી પર રજુ કરી છે. જેમાં તેણે લંડનના હવામાનને લઈ કહ્યું કે, તે ગરમીને લઈ ખુબ પરેશાન છે. અભિનેત્રીએ ગરમીના તાપમાનને લઈ કહ્યું લંડનમાં હાલમાં 39 ડિગ્રી તાપમાન છે
અનુષ્કાશર્માએ પણ એક સ્ટોરી શેર કરતા લખ્યું કે, પેરિસમાં 41 ડિગ્રી તાપમાન છે. અભિનેત્રીએ આ ફોટો શેર કર્યો છે
હાલમાં પેરિસમાં રજાઓ માણી રહેલી બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે પેરિસના હવામાન અંગે ફોટો ચાહકો સાથે શેર કર્યો છે. અભિનેત્રીએ ગરમીના તાપમાનને લઈ ફોટો પોસ્ટ કર્યો છે, અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલી બંન્ને હાલમાં એક સાથે રજાઓનો આનંદ માણવા માટે માલદીવ ગયા હતા.
વિશ્વના મોટાભાગના ભાગોમાં આ દિવસોમાં ગરમી (Heat) પડી રહી છે. યુરોપિયન દેશોથી લઈને અમેરિકા (United States) સુધી ગરમ હવામાન પાયમાલ કરી રહ્યું છે. બ્રિટનમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. દરમિયાન અમેરિકામાં ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન એજન્સીનું કહેવું છે કે મધ્ય અને દક્ષિણ પશ્ચિમ અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ ખતરનાક સ્તરે વધી શકે છે. તેને જોતા કેલિફોર્નિયા સહિત અન્ય વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.