
બોલિવુડના ફેમસ ડાયરેક્ટર અનુરાગ કશ્યપના જાતિગત નિવેદન બાદથી ધમાલ મચી છે. તેમણે બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ અલગ -અલગ જગ્યાએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી. ફિલ્મમેકરે દાવો કર્યો હતો કે, પરિવારને ધમકી મળી રહી છે. આ વચ્ચે તેમણે એક પોસ્ટ શેર કરી બ્રાહ્મણ સમાજના લોકો પાસે માફી માંગી છે.
અનુરાગ કશ્યપ વિવાદાસ્પદ નિવેદનને લઈ સતત ચર્ચામાં રહે છે. ત્યારબાદ ફિલ્મમેકર વિરુદ્ધ બ્રાહ્મણ સમાજના લોકોમાં નારાજગી જોવા મળી હતી. મનોજ મુંતશિર શુક્લાએ પણ તેમને મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી. સોશિયલ મીડિયા પર પણ તેમનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. હવે અનુરાગ કશ્યપે સ્વીકાર્યું છે કે તે પોતાની મર્યાદા ભૂલી ગયો હતો. તેમણે એક લાંબી પોસ્ટ શેર કરીને માફી માંગી છે.
અનુરાગ કશ્યપે પોસ્ટ શેર કરી લખ્યું , હું ગુસ્સામાં કોઈને જવાબ આપવામાં મારી મર્યાદા ભૂલી ગયો અને આખા બ્રાહ્મણ સમાજને ખરાબ કહ્યું હતુ. એ સમાજ જેના તમામ લોકો મારી જિંદગીમાં રહ્યા છે. આજે પણ છે અને ઘણું યોગદાન આપે છે. આજે તે બધા મારાથી દુઃખી છે. મારા પરિવારને મારાથી દુઃખી છે. ઘણા બુદ્ધિજીવીઓ, જેમનો હું આદર કરું છું, મારા ગુસ્સા અને મારી બોલવાની રીતથી દુઃખી છે.”
અનુરાગ કશ્યપે કોઈને જવાબ આપવા માટે બ્રાહ્મણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ધમાલ મચી હતી. તેમણે પહેલા પણ માફી માંગી હતી પરંતુ અલગ અંદાજમાં. તેમણે કહ્યું કે, તેમણે શબ્દો ખોટા પસંદ કર્યા છે પરંતુ ભાવ યોગ્ય હતો. જ્યારે આ મામલો શાંત ન થયો તો હવે તેમણે લાંબી પોસ્ટ લખી સોરી કહ્યું છે.
અનુરાગ કશ્યપની ટિપ્પણી સામે બ્રાહ્મણ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ફિલ્મ ડાયરેક્ટરે સોશિયલ મીડિયા પર વિવાદિત ટિપ્પણી કરી હતી. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. અનુરાગ કશ્યપે ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. અનુરાગ કશ્યપ બ્રાહ્મણ સમાજની માફી માગે તેવી માગ કરવામાં આવી છે.
Published On - 1:12 pm, Tue, 22 April 25