Anupam Kher On The Kerala Story : ફિલ્મ ધ કેરળ સ્ટોરીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. એક તરફ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની સરકારોએ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકારે આના પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. ફિલ્મને લઈને સામાન્યથી લઈને સ્પેશિયલ સુધી દરેકની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હવે અભિનેતા અનુપમ ખેરે આ અંગે નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો : ‘ધ કેરળ સ્ટોરી’ મુદ્દે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, ફિલ્મને લઈને કહી આ મોટી વાત
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં અનુપમ ખેરે કહ્યું કે, આ ફિલ્મનો વિરોધ કરનારા એ જ લોકો છે જેમણે મારી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેણે કહ્યું કે, મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી.
અનુપમ ખેર કહે છે, “હું ફરી કહું છું, આ એ જ ચહેરાઓ છે. મેં આ ફિલ્મ જોઈ નથી, પરંતુ હું ખુશ છું કે લોકો એવી ફિલ્મો બનાવી રહ્યા છે જે સત્યની નજીક છે. આ દરમિયાન તેમણે વિરોધ કરી રહેલા લોકોને કહ્યું, “જે લોકો વિચારે છે કે આ પ્રચાર છે, તેઓ તેમની પસંદગીના વિષય પર ફિલ્મો બનાવવા માટે સ્વતંત્ર છે. તેમને કોઈ રોકતું નથી.” તમને જણાવી દઈએ કે વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ધ કાશ્મીર ફાઇલ્સને લઈને ઘણો વિવાદ થયો હતો. આ ફિલ્મે 250 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.
વાસ્તવમાં ફિલ્મના ટીઝર અને પ્રમોશન દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે, કેરળમાંથી 32,000 બિન-મુસ્લિમ છોકરીઓ ગાયબ થઈ ગઈ હતી અને તેમને ISISમાં સામેલ કરવામાં આવી હતી. આ દાવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ નિર્માતાઓ તેમના દાવા પર અડગ હતા, પરંતુ જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ પોતાનો દાવો પાછો ખેંચી લેવા સંમત થયા હતા.
અદા શર્માએ ધ કેરલા સ્ટોરીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં ત્રણ છોકરીઓની વાર્તા બતાવવામાં આવી છે, જેમને ISIS સાથે જોડાયેલા લોકો દ્વારા ફસાવી દેવામાં આવે છે અને ધર્મ પરિવર્તન કરીને સીરિયા જેવા દેશોમાં મોકલવામાં આવે છે. આ ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સેન કરી રહ્યા છે. આમાં યોગિતા બિહાની, સિદ્ધિ ઇદનાની અને સોનિયા બાલાની જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મને વિવાદનો ઘણો ફાયદો મળ્યો છે અને તે થિયેટરોમાં જોરદાર કમાણી કરી રહી છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…