અનન્યા પાંડે એરપોર્ટ પર મોબાઈલ ફોનથી ફેસ છુપાવતી જોવા મળી, લોકોએ લગાવી અનેક અટકળો, જુઓ Video

|

Jul 01, 2023 | 6:19 PM

અનન્યા પાંડે (Ananya Panday) આજકાલ તેની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. તેના અને આદિત્ય રોય કપૂરના અફેરના સમાચારો ચર્ચામાં રહ્યા છે. હાલમાં જ અનન્યા પાંડે એરપોર્ટ જોવા મળી રહી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો વિવિધ અટકળો લગાવી રહ્યા છે.

અનન્યા પાંડે એરપોર્ટ પર મોબાઈલ ફોનથી ફેસ છુપાવતી જોવા મળી, લોકોએ લગાવી અનેક અટકળો, જુઓ Video
Ananya Panday

Follow us on

Mumbai: ફિલ્મોની સાથે અનન્યા પાંડે (Ananya Panday) તેના પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. હાલમાં તે આદિત્ય રોય કપૂર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. અનન્યા અને આદિત્ય ઘણી વખત ડેટ નાઈટ પર જોવામાં આવ્યા છે, પરંતુ બંનેએ ક્યારેય એકબીજા સાથેના સંબંધોની પુષ્ટિ કરી નથી. હાલમાં જ અનન્યા પાંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનન્યા પાંડે કંઈક એવું કરતી જોવા મળી રહી છે, જેને જોઈને યૂઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે.

હાલમાં અનન્યા પાંડે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. પાપારાઝી પર હંમેશા હસતી રહેતી અનન્યા પાંડેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાનો ફેસ છુપાવતી જોવા મળી રહી છે. બ્લેક સ્વેટશર્ટ સાથે ગ્રે લોઅર્સમાં અનન્યા હંમેશાની જેમ શાનદાર લાગે છે.

શિયાળામાં છાતીમાં જામી ગયો છે કફ, તો કરો આ ઉપાય
નવા વર્ષ 2025માં રાહુ-કેતુ, શનિ અને ગુરુ પોતાની ચાલ બદલશે, આ રાશિના લોકો થશે માલામાલ
Health News : રાજમા ખાવાથી થાય છે અઢળક લાભ, જાણો
Desi Ghee : શું તમને ચહેરા પર ઘી લગાવવાના ફાયદા ખબર છે?
વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?
રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?

(VC: Instant Bollywood Instagram)

તેના હાથમાં એક શાલ અને ટ્રાવેલ પિલો પણ છે. પરંતુ પાપારાઝીએ અનન્યા પાંડેને એરપોર્ટ પર બોલાવતાની સાથે જ તેણે મોબાઈલથી પોતાનો ફેસ છુપાવી લીધો હતો. તેનો આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ હેરાન થઈ ગયા હતા.

અનન્યા પોતાનો ફેસ કેમ છુપાવી રહી હતી તે તે કોઈ સમજી શકતું નથી. પરંતુ જો તમે આ વીડિયોને ધ્યાનથી જોશો તો તેના કપાળ પર એક નાનું નિશાન છે, જેને તે છુપાવી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ફેન્સ આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા

આ વીડિયો જોયા બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘લોકો તેમનાથી ડરતા નથી, તેથી જ તે પોતાનો ફેસ છુપાવી રહી છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ લોકો મેકઅપ પર એટલા નિર્ભર થઈ ગયા છે કે તેના વગર તેઓ પોતાનો ચહેરો પણ બતાવી શકતા નથી.’

આ પણ વાંચો: Ram Charan Daughter Name : રામ ચરણે રિવીલ કર્યું બેબી ગર્લનું નામ, મળી આ ખાસ ગિફ્ટ, જુઓ Video

અન્ય એક યુઝરે લખ્યું, “દીદીએ મેકઅપ નથી કર્યો, તેથી તે પોતાનો ફેસ છુપાવી રહી છે જેથી કોઈ તેને જોઈને ડરી ન જાય.” અન્ય એક યુઝરે લખ્યું છે કે “યે તો પાંડે જી હૈ.” તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ-2’માં જોવા મળશે. આ ફિલ્મ 25 ઓગસ્ટ 2023ના રોજ રીલિઝ થઈ રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article