Anant Radhika pre-wedding : અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન ઓરીના વડાપાંઉમાંથી નીકળ્યો વાળ ! જુઓ વીડિયો

અંબાણીના ઈટલી પ્રી-વેડિંગ ફંક્શનનો બ્લોગ ઓરીએ શેર કર્યો છે, જેમાં તેના વડાપાંવમાં વાળ નીક્ળો હતો. ત્યારબાદ તેમણે અન્ય ડીશ ટ્રાય કરી હતી.તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ છે.

Anant Radhika pre-wedding  : અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન ઓરીના વડાપાંઉમાંથી નીકળ્યો વાળ ! જુઓ વીડિયો
| Updated on: Jul 11, 2024 | 12:27 PM

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે માત્ર 1 દિવસનો સમય બાકી છે. પરંતુ આ લગ્નને લઈ છેલ્લા કેટલાક મહિનાઓથી તૈયારી ચાલી રહી છે. તેમજ જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શન બાદ ઈટલીના પોર્ટોફિનોમાં એક ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં શાહરુખ ખાન, જાહ્ન્વી કપૂર, સારા અલી ખાન સહિત અનેક બોલિવુડ સ્ટાર પહોંચ્યા હતા.

તે સમયે પણ અંબાણી પરિવારે પોતાના મહેમાનો માટે અનેક પકવાનનું આયોજન કર્યું હતુ, પરંતુ આ વખતે તેના ફુડમાં વાળ જોવા મળ્યા હતા. આ અમે નથી કહી રહ્યા પરંતુ ઓરી આ ઈવેન્ટનો ભાગ હતો અને તેમણે પોતાના બ્લોગમાં જણાવ્યું છે.

ઓરીની સાથે તેની ફ્રેન્ડ પણ ફુડના રિવ્યુ આપતી જોવા મળી

ઓરીએ ઈટલીનો એક બ્લોગ શેર કર્યો છે. જેમાં તે દરેક ફુડ સ્ટોલની અપટેડ આપી રહ્યા છે. બ્લોગમાં ફુડ સ્ટોર પર જઈ વિવિધ ડિશનો ટેસ્ટ કરતો જોવા મળી રહ્યો છે. ઓરીની સાથે તેની ફ્રેન્ડ પણ ફુડના રિવ્યુ આપતી જોવા મળી રહી છે. ગેસ્ટને અલગ અલગ પાસ્તા પણ સર્વ કરવામાં આવી રહ્યા છે.વીડિયોમાં ઓીએ પોતાની મિત્ર તાન્યા શ્રોફની સાથે એક સ્ટોલ પર જાય છે અને વડાપાંઉ ટેસ્ટ કરે છે.

તાન્યા કહે છે. સુંદર પરંતુ પહેલી જ બાઈટ બાદ તે કહે છે આમાં તો વાળ છે. ઓરી ઝુમ પણ કરે છે. વાળ જોવા મળ્યા બાદ ઓરી બીજું વડાપાંવ ખાતાં રિએક્શન આપે છે. બ્રેકગ્રાઉન્ડમાં સાંભળવા મળે છે કે, હું વધુ એક બાઈટ ખાવા માંગતી હતી પરંતુ આમાં વાળ છે.

 

ઓરહાન અવતારમણિ એટલે કે ઓરી

તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ છે. આ સમયે અંબાણી પરિવારના લગ્ન પહેલા કરવામાં આવતી વિધીઓ ચાલી રહી છે. લગ્ન પહેલા જામનગર અને ઈટલીમાં પ્રી વેડિંગ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતુ.ઓરહાન અવતારમણિ એટલે કે ઓરીએ કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. અહીંથી ધીમે-ધીમે તેનો પરિચય બી ટાઉનના સ્ટાર કિડ્સ સાથે થયો અને આજે તે અંબાણી પરિવારનો પણ ફેવરિટ બની ગયો છે.