Amitabh Bachchan Apologies : બિગ બીએ ભૂલ કરી ત્યારે પોતાને કહ્યા ‘ઈડિયટ’, સિંગર બોબ ડિલન સાથે જોડાયેલો છે મામલો

Amitabh Bachchan Reaction : બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને તાજેતરમાં જ એક ભૂલ કરી છે. જ્યારે અભિનેતાને આ વાતની જાણ થઈ, ત્યારે તેણે માફી માંગી અને પોતાને કરેક્ટ કર્યા. અમિતાભે પ્રખ્યાત હોલીવુડ સિંગર બોબ ડિલનના ગીતને બીટલ્સના ગીત તરીકે બતાવ્યું હતું.

Amitabh Bachchan Apologies : બિગ બીએ ભૂલ કરી ત્યારે પોતાને કહ્યા ઈડિયટ, સિંગર બોબ ડિલન સાથે જોડાયેલો છે મામલો
Amitabh Bachchan Apologises
| Edited By: | Updated on: May 28, 2023 | 8:07 PM

Amitabh Bachchan Apologies : બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન તેમના ફ્રી સમયમાં સોશિયલ મીડિયા પર ચાહકો સાથે વાતચીત કરવાનું પસંદ કરે છે. તાજેતરમાં અભિનેતાએ ચાહકો સાથે વાતચીત કરી અને તેણે બ્લોગ લખતી વખતે એક નાની ભૂલ કરી. આ ભૂલ બાદ અમિતાભ બચ્ચનને જ્યારે આ વાતનો અહેસાસ થયો તો તેમણે માફી પણ માંગી લીધી. અભિનેતાએ પોતાના નિવેદનમાં પોતાની જાતને સુધારી અને આ ભૂલ કરવા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને હેલ્મેટ વિના બાઇક ચલાવવી ભારે પડી, Mumbai Police એ ફટકારી નોટિસ

અમિતાભ બચ્ચને રવિવારે એક બ્લોગ દ્વારા પોતાની વાત રાખી હતી. તેણે કહ્યું- ‘ઓહ ડિયર, હું આજે કામ માટે બહુ વહેલો નીકળી ગયો હતો. હું મારું કામ બહુ જલ્દી પૂરું કરવા માંગુ છું જેથી કરીને હું સમયસર GOJ માટે રવાના થઈ શકું. પરંતુ તે પહેલા હું એક સુધારો કરવા માંગુ છું. હું દિલગીર છું. હું મારા Ef નો પણ આભાર માનું છું. જેણે આ ભૂલ તરફ ધ્યાન દોર્યું.

અમિતાભે આગળ કહ્યું- ‘બ્લોઇંગ ઇન ધ વિન્ડ’ બીટલ્સનું ગીત નથી પરંતુ તે બોબ ડિલને ગાયું છે. હું બેવકૂફ છું, તેથી મારી ભૂલ માફ કરજો. તે ટૂંક સમયમાં ઠીક કરવામાં આવશે. બોબ ડિલનનું ગીત બ્લોઇંગ ઇન ધ વિન્ડ તેના 1963ના આલ્બમ ધ ફ્રી વ્હીલઈન પર આધારિત છે.

ઘણા પ્રોજેક્ટનો હિસ્સો છે બિગ બી

અમિતાભ બચ્ચન વિશે વાત કરીએ તો, અભિનેતા તેમના વર્ક ફ્રન્ટ પર ખૂબ જ વ્યસ્ત રહે છે. 80 વર્ષની ઉંમરે પણ તે ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી રહ્યો છે. અભિનેતા હાલમાં પ્રોજેક્ટ કે અને બટરફ્લાય જેવી ફિલ્મોનો ભાગ છે. આ સિવાય તે ધ ઉમેશ ક્રોનિકલ્સ, ઘૂમર અને ગણપથ જેવી ફિલ્મોનો હિસ્સો છે, જેના પર હજુ કામ ચાલી રહ્યું છે. આ સિવાય તે KBCની નવી સીઝન માટે પણ હેડલાઈન્સમાં છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો