AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ‘બચ ગયે યા ફસ ગયે…’ Amitabh Bachchan ને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આપી ‘ધમકી’

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન માટે મુશ્કેલીઓ વધી રહી છે. ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોનની ધમકી બાદ હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ તરફથી પણ તેમને ધમકી મળી છે, જેના કારણે તેમના ઘર 'જલસા' ની સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.

Breaking News: 'બચ ગયે યા ફસ ગયે...' Amitabh Bachchan ને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આપી 'ધમકી'
Image Credit source: RajSingh Sisodiya
| Updated on: Nov 17, 2026 | 9:05 PM
Share

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન આજકાલ ચર્ચામાં છે. ગઈકાલે અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમાચાર સામે આવ્યા બાદ અમિતાભના ચાહકો ટેન્શનમાં આવી ગયા હતા. જો કે, આ દરમિયાન અમિતાભ બચ્ચનને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પણ અમિતાભ બચ્ચનને ધમકી આપી છે.

ખાલિસ્તાની આતંકવાદીએ અમિતાભ બચ્ચનને આપી ધમકી

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં 19 થી 27 નવેમ્બર વચ્ચે લોકોએ અમિતાભના ઘરની બહાર એકઠા થવાની અપીલ કરી છે. આ પોસ્ટમાં 11 લાખ રૂપિયા આપવાની વાત પણ કહેવામાં આવી છે. જો કે, આ વાયરલ પોસ્ટની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

મુંબઈના શિખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો

રિપોર્ટ અનુસાર, ‘Sikhs for Justice’ ના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યા હોવાનો દાવો કરતી પોસ્ટમાં ‘ખાલિસ્તાન જલસા’ નો ઉલ્લેખ છે. તેમાં લખવામાં આવ્યું છે, ‘બચી ગયા કે ફસાઈ ગયા?’

પોસ્ટમાં 31 ઓક્ટોબર 1984ના રોજ મુંબઈના શિખોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ધમકી બાદ અમિતાભના મુંબઈ સ્થિત ઘર ‘જલસા’ની સુરક્ષા વધારી દેવામાં આવ્યાની માહિતી છે.

જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન અને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત વચ્ચેનો વિવાદ વર્ષ 1984ના શિખ વિરોધી રમખાણો સાથે જોડાયેલો છે. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશના અનેક ભાગોમાં શિખ સમુદાય વિરુદ્ધ હિંસા થઈ હતી.

કેટલાક શિખ સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે, અમિતાભે ‘ખૂન કા બદલા ખૂન સે લેંગે’ (લોહીનો બદલો લોહીથી લઈશું) નું સૂત્ર પોકાર્યું હતું. અમિતાભે આ આરોપોથી ઇનકાર કર્યો હતો. વર્ષ 2014માં પન્નુએ અમેરિકાની એક અદાલતમાં અમિતાભ વિરુદ્ધ કાનૂની કેસ શરૂ કર્યો હતો. તેમાં વર્ષ 1984ની હિંસા અંગે આરોપો લગાવવામાં આવ્યા હતા.

“ચલ મને Kiss કર…” રાત્રે સૂમસામ જગ્યાએ ગાડી ઊભી રાખીને ડિરેક્ટરે કરી ‘ગંદી હરકત’, અભિનેત્રીએ કર્યો ‘મોટો ખુલાસો’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">