અમિતાભ બચ્ચને ટ્વીટ દ્નારા તેમના ફેન્સને આપ્યું હેલ્થ અપડેટ, ફેન્સ થયા ચિંતિત

અમિતાભ બચ્ચન ટ્વીટર પર સૌથી વઘુ સક્રિચ રહેતા સેલેબ્રિટીમાંના એક છે. તેમના લેટેસ્ટ ટ્વિટથી તેમના ચાહકો તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે.

અમિતાભ બચ્ચને ટ્વીટ દ્નારા તેમના ફેન્સને આપ્યું હેલ્થ અપડેટ, ફેન્સ થયા ચિંતિત
Amitabh Bachchan (File Image)
| Edited By: | Updated on: Feb 28, 2022 | 11:09 AM

અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)ટ્વીટર પર સૌથી વઘુ સક્રિચ રહેતા સેલેબ્રિટીમાંના એક છે. તેમના લેટેસ્ટ ટ્વિટથી તેમના ચાહકો તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે. અમિતાભ બચ્ચન એક મેગાસ્ટાર અને બોલિવુડ(Bollywood)માં સૌથી આદરણીય વ્યક્તિઓમાંના એક ગણાય છે. છે. જો કે, તેના લેટેસ્ટ ટ્વીટથી તેમના ચાહકો તેમની તબિયતને લઈને ચિંતિત છે. રવિવારે રાત્રે, તેમણે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ”T 4205 – હાર્ટ પમ્પિંગ… ચિંતિત… અને આશા…”

 

આ ટ્વિટથી તેમના ચાહકો ચિંતિત છે. એક યુઝરે લખ્યું, ‘ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના’, જ્યારે બીજાએ લખ્યું, ‘બધું સારું છે. ચિંતા કરવાની જરુર નથી. સારી રીતે આરામ કરો. સારી રીતે સૂઈ જાઓ. આ રાતનો સમય છે.’

આગામી સમયમાં, 79 વર્ષીય દિગ્ગજ અભિનેતા તેમની ફિલ્મ ઝુંડમાં જોવા મળશે. નાગરાજ પોપટરાવ મંજુલે દ્વારા દિગ્દર્શિત અને નાગપુરની એનજીઓ સ્લમ સોકરના સ્થાપક વિજય બરસેના જીવન પર આધારિત આગામી મૂવીમાં બિગ બી ફૂટબોલ કોચની ભૂમિકા ભજવી રહયા છે.

આ ફિલ્મ ઝુંડ સાથે, બિગ બી અને ફિલ્મ નિર્માતા મંજુલે સાથે તેમનું સૌપ્રથમ કોલાબરેશન છે. ફિલ્મ નિર્માતા મંજુલ સૈરાટ અને ફેન્ડ્રી જેવી નોંધપાત્ર મરાઠી ફિલ્મો માટે સુપ્રસિઘ્ઘ છે. આ ફિલ્મથી મંજુલે બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવા જઇ રહયા છે. ગીતો અને ટીઝર લોન્ચ કર્યા બાદ ફિલ્મ ઝુંડનું ટ્રેલર ગત બુધવારે રીલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરમાં ફૂટબોલ કોચ તરીકે બિગ બીના પાત્રની ઝલક જોવા મળી રહી છે, જેઓ વંચિત બાળકોને ફૂટબોલ ટીમ બનાવવા માટે ભેગા કરે છે. આ ફિલ્મમાં બિગ બીના પાત્રનો ઉદ્દેશ્ય સ્પોર્ટના મૂલ્યને પ્રેરિત કરવાનો અને વધુ સારી આવતીકાલ બનાવવાનો છે.

આ ઉપરાંત, તેમની પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે અને તેઓ બ્રેક લેવાના મૂડમાં નથી. તે હવે રનવે 34, બ્રહ્માસ્ત્ર, ગુડબાય, ઉયર્ન્ધા મનિથન, ઉંચાઈ, પ્રોજેક્ટ કે અને બટરફ્લાયમાં પણ જોવા મળશે.

 

આ પણ વાંચો – Russia Ukraine War Live Updates: PM મોદીએ યુક્રેન મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, ‘હાઈ એલર્ટ’ રશિયાનું ન્યુક્લિયર ફોર્સ

 

આ પણ વાંચો – Opening Bell : સપ્તાહના પહેલા દિવસે લાલ નિશાન નીચે કારોબારની શરૂઆત, Sensex 55329 ઉપર ખુલ્યો