રાધિકાની એક્ટિંગના અમિતાભ બચ્ચન પણ કરી ચૂક્યા છે વખાણ, જાણો શું કહ્યું

|

Jul 30, 2024 | 4:51 PM

શું તમે જાણો છો કે, રાધિકા મદાનને અંગ્રેજી મીડિયમમાં તેના શાનદાર પ્રદર્શન માટે અમિતાભ બચ્ચને એક પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું તે શાનદર અભિનય કર્યો છે. તને સમૃદ્ધિ અને સફળતા મળે.

રાધિકાની એક્ટિંગના અમિતાભ બચ્ચન પણ કરી ચૂક્યા છે વખાણ, જાણો શું કહ્યું

Follow us on

રાધિકા મદાન બોલિવુડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંથી એક છે. હાલમાં તેની ફિલ્મ સરાફિરમાં રાનીના રુપમાં પોતાની ભૂમિકા માટે ખુબ પ્રશંસા થઈ રહી છે. જેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળી રહી છે. સુધા કોંગરા દ્રારા નિર્દેશિત આ ફિલ્મમાં રાધિકા એક મહારાષ્ટ્રીયન છોકરીની ભૂમિકામાં જોવા મળી રહી છે. તેના અભિનય માટે ચાહકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચને કામની ખુબ પ્રશંસા કરી

તમને જણાવી દઈએ કે, રાધિકાને અંગ્રેજી મીડિયમમાં તેની એક્ટિંગ માટે અમિતાભ બચ્ચને પણ વખાણ કર્યા હતા. દિગ્ગજ અભિનેતાએ તેના વખાણ કરતા તેમને એક પત્ર પણ લખ્યો હતો. જેમાં કહ્યું હું અંગ્રેજી મીડિયમમાં તારા કામની ખુબ પ્રશંસા કરું છુ. મે ફિલ્મ જોઈ અને તને પત્ર લખતા રોકી શક્યો નહિ. તે શાનદાર અભિનય કર્યો છે. તને સફળતા મળે.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

 

 

મારી આંખોમાં આસુંઓ આવી ગયા

અમિતાભ બચ્ચના પત્રનો જવાબ આપતા અભિનેત્રીને પત્ર લખ્યું અને કહ્યું મને નથી ખબર પડતી કે શું લખવું અને શું કહેવું હું નિશબ્દ છું.@amitabhbachchan સર આ મારા માને સન્માનની વાત છે. હું હંમેશા કલ્પના કરતી હતી કે, મારી ફિલ્મ રિલીઝ બાદ મારા ઘરની ઘંટડી વાગે અને બહાર ઉભેલી એક વ્યક્તિ કહે અમિતાભ બચ્ચન સરે તમારા માટે ફુલ અને નોટ મોકલી છે અને હું બહોશ થઈ જાવ. હસતા હસતા કહ્યું હું બેહોશ થઈ નહિ, હું થોડા સમય માટે ઉભી રહી અને મહેસુસ કર્યું મારી આંખોમાં આસુંઓ આવી ગયા હતા. મારા સપનાને સાચું કરવા માટે આભાર સર, આ પત્ર મને વધુ મહેનત કરવા અને સાથે શાનદાર પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરી છે.

 

 

થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે,મે તે પત્રને ફ્રેમ કર્યું છે અને સાચવીને રાખ્યો છે. રાધિકા બોલિવુડની એક હિટ અભિનેત્રી બની ચૂકી છે તેવું કહેવું હવે ખોટું નથી.

Next Article