
Pushpa 2 First Song : જ્યારે અલ્લુ અર્જુનનો ડિસેમ્બર 2021માં ‘પુષ્પા’નો પહેલો ભાગ આવ્યો હતો, ત્યારે તે ફિલ્મે દરેક જગ્યાએ ઘણી ચર્ચા બનાવી હતી. લોકોને આ મુવી ઘણી પસંદ આવી હતી. ફિલ્મે સારી કમાણી કરી હતી. લોકોને તેના ગીતો પણ પસંદ આવ્યા હતા. પરંતુ જો કોઈ વાતની સૌથી વધુ ચર્ચા થઈ હતી, તો તે હતી ‘દાઢી પર હાથ ફેરવવાની સ્ટાઈલ’ અને તેની સાથે એક ડાયલોગ હતો કે, ‘ઝુકેગા નહીં.’
હવે બધા આ ફિલ્મના બીજા ભાગની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ‘પુષ્પા 2’ 15 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે, પરંતુ તે પહેલા પણ મેકર્સ પોતાની ફિલ્મનો જાદુ લોકો પર ફેલાવવા માગે છે. અલ્લુ અર્જુનના જન્મદિવસના અવસર પર નિર્માતાઓએ એક નાનો ટીઝર વીડિયો રિલીઝ કર્યો હતો અને હવે આ ફિલ્મનું પહેલું ગીત 1 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે.
ગીતના શબ્દો છે ‘પુષ્પા પુષ્પા’. હવે આ ગીત સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું છે. આ ગીતમાં કેટલાક સ્ટેપ્સ પણ છે જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.