Alia Ranbir Daughter’s Name: ખૂબ જ યુનિક છે આલિયા-રણબીરની દીકરીનું નામ, જાણો શું છે નામનો અર્થ

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરના (Ranbir Kapoor) ઘરે 6 નવેમ્બરે દીકરીનો જન્મ થયો હતો. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે દીકરીનું નામ Raha પાડ્યું છે. આલિયા અને રણબીર પોતાની દીકરીને મીડિયા અને બધાથી દૂર રાખવા માંગે છે.

Alia Ranbir Daughter’s Name: ખૂબ જ યુનિક છે આલિયા-રણબીરની દીકરીનું નામ, જાણો શું છે નામનો અર્થ
Alia bhatt daughters name
| Edited By: | Updated on: Nov 24, 2022 | 7:33 PM

Alia Bhatt-Ranbir Kapoor Baby Name: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેની લિટલ પ્રિન્સેસ સાથે લાઈફ એન્જોય કરી રહ્યા છે. દીકરીના આગમનને કારણે રણબીર અને આલિયાની ખુશીનો કોઈ પાર નથી. આ ક્ષણ બંને માટે ખૂબ જ ખાસ છે. આલિયા અને રણબીરની લિટલ એન્જલના આગમન પછી ફેન્સ પણ એ જાણવા ઉત્સુક છે કે કપૂર પરિવારની પ્રિન્સેસનું નામ શું હશે? આલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની પ્રિન્સેસનું નામ જણાવ્યું છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરીનું નામ

આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક સ્વીટ પોસ્ટ શેયર કરી અને કેપ્શનમાં તેની દીકરીનું નામ જાહેર કર્યું છે. રસપ્રદ વાત એ છે કે કપલે તેમના બાળકનું નામ Raha રાખ્યું છે. એક્ટ્રેસે પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે, “રાહા નામ (તેના સમજદાર અને શાનદાર દાદી દ્વારા પસંદ કરાયેલ)ના ઘણા સુંદર અર્થો છે. રાહા, તેના શુદ્ધ સ્વરૂપમાં તેનો અર્થ દૈવી માર્ગ છે, સ્વાહિલીમાં તે આનંદ છે, સંસ્કૃતમાં, રાહા એક કુળ છે, બાંગ્લા – આરામ અને રાહત, અરબીમાં શાંતિ અને તેનો અર્થ સુખ, સ્વતંત્રતા અને આનંદ પણ થાય છે. તેના નામની વાત સાચી છે, પહેલી જ ક્ષણથી અમે તેને પકડી રાખી હતી – અમને તે બધું લાગ્યું! રાહા તમારો આભાર, અમારા પરિવારને જીવંત બનાવવા માટે, એવું લાગે છે કે અમારા જીવનની શરૂઆત જ થઈ છે.”

લગ્નના 2 મહિના પછી પ્રેગ્નન્ટ હોવાની મળી હતી જાણકારી

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે આલિયાએ લગ્નના 2 મહિના પછી જ એટલે કે 27 જૂન 2022ના રોજ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ હોસ્પિટલના બેડ પર પડેલી સોનોગ્રાફી પોસ્ટ કરીને ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નન્સીની જાણકારી આપી હતી. ત્યારથી ફેન્સ નાના મહેમાનના આગમનની રાહ જોઈ રહ્યા હતા.

2017માં ફિલ્મ નિર્માતા અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ માટે તેમને કાસ્ટ કરવામાં આવ્યા, ત્યારે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અફવાઓ ફેલાઈ હતી. છેલ્લે 2018માં બંને સોનમ કપૂરના લગ્નના રિસેપ્શનમાં એક કપલ તરીકે તેમની પહેલી ઉપસ્થિતિ હતી. આ દેખાવ પછી તરત જ રણબીરે તેમના સંબંધોની પુષ્ટિ કરી. તે સમયે તેને કહ્યું હતું કે, તેમનો સંબંધ “નવો” છે અને તે તેના વિશે વધુ વાત કરવા માંગતો નથી.