Alia Bhatt Pregnancy: રાહા કપૂરને મળશે નાનો ભાઈ કે બહેન, ફરી પ્રેગ્નન્ટ છે આલિયા ભટ્ટ?

ગયા વર્ષે આલિયા ભટ્ટે (Alia Bhatt) લગ્નના બે મહિના પછી તેની પ્રેગ્નન્સીનું એનાઉન્સમેન્ટ કર્યું હતું અને નવેમ્બરમાં એક્ટ્રેસે તેની પુત્રી રાહા કપૂરને જન્મ આપ્યો હતો. આલિયાએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ કરી છે - શું આલિયા ફરીથી પ્રેગ્નન્ટ છે? એક્ટ્રેસની પુત્રીને નાની બહેન કે ભાઈ મળવાનો છે?

Alia Bhatt Pregnancy: રાહા કપૂરને મળશે નાનો ભાઈ કે બહેન, ફરી પ્રેગ્નન્ટ છે આલિયા ભટ્ટ?
Alia Bhatt
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 18, 2023 | 5:57 PM

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે એપ્રિલ 2022 માં લગ્ન કર્યા, જેના બે મહિના પછી એક્ટ્રેસે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે તે માતા બનવાની છે. આલિયાએ તેની પ્રેગ્નન્સી દરમિયાન કામ કર્યું અને નવેમ્બર 2022 માં એક્ટ્રેસે તેની પુત્રી રાહા કપૂરને જન્મ આપ્યો. તમને જણાવી દઈએ કે 6 જાન્યુઆરી, 2023 ના રોજ રણબીર અને આલિયાની પુત્રી બે મહિનાની થઈ ગઈ છે અને કપલે હજી સુધી પુત્રીનો ચહેરો રિવીલ કર્યો નથી. હવે આલિયા ભટ્ટ ફરી પ્રેગ્નન્ટ છે. શું ડિલિવરીના બે મહિના પછી ફરી એકવાર માતા બનવા જઈ રહી છે ? આલિયાની નવી પોસ્ટથી ફેન્સને શંકા થઈ.

રાહાને મળશે નાનો ભાઈ કે બહેન ?

આલિયા ભટ્ટ આજકાલ તેના કામની સાથે સાથે તેની પુત્રીને લઈને પણ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસની નાની પરી રાહા કપૂર કેવી દેખાય છે, તે શું કરે છે અને તેની પસંદ-નાપસંદ શું છે, તે જાણવા માટે ફેન્સ એક્સાઈટેડ છે. પરંતુ હવે ફેન્સ તે જાણવા આતુર છે કે આલિયા ફરીથી સારા સમાચાર આપશે? આલિયાની દીકરીને નાની બહેન કે ભાઈ મળશે?

આ પણ વાંચો : એવું તો શું થયું હતુ કે લગ્ન પહેલા જ ઋષિ કપૂર થઈ ગયા હતા બેભાન !, બ્રાન્ડી પીને લીધા હતા ફેરા

ફરી પ્રેગ્નન્ટ છે આલિયા ભટ્ટ?

તમને જણાવી દઈએ કે આલિયાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર આ નવી પોસ્ટ શેયર કરી છે, જેમાં તેણે તેના ફેસની સામે એક સુંદર ફૂલ પકડ્યું છે જેમાં બે ડાંડી છે – તે ‘ટૂ’ ને સિમ્બોલાઈઝ કરી રહી છે. આ સાથે એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું છે કે – 2.0 સ્ટે ટ્યુન (2.0 Stay Tuned). આ પોસ્ટ પરથી ફેન્સને લાગે છે કે આલિયા કદાચ ફરી એકવાર માતા બનવા જઈ રહી છે. આ કેપ્શનના ઘણા અર્થો હોઈ શકે છે જેમાંથી આ પણ એક છે.

કોના જેવી દેખાય છે રાહા કપૂર?

તમને જણાવી દઈએ કે જ્યારે રણબીર, આલિયા અને નીતુ કપૂરે રાહાના ફોટા પાપારાઝીને બતાવ્યા ત્યારે મીડિયાએ કહ્યું કે કપૂર પરિવારની આ નાની સભ્ય તેના પિતા રણબીર કપૂર જેવી દેખાય છે, પરંતુ આલિયાએ કહ્યું કે તેના જેવી પણ દેખાય છે. આ કપલનો નિર્ણય છે કે રાહાને જ્યાં સુધી તે બે વર્ષની ન થાય ત્યાં સુધી લોકો સામે નહીં લાવે. તે પછી મીડિયા તેની તસવીરો લઈ શકે છે.