આલિયા-રણબીરથી લઈને અનુષ્કા-વિરાટ સુધી, સેલેબ્સે ક્યાં અને કેવી રીતે સેલિબ્રેટ કર્યું New Year 2023

Bollywood Celebs New Year Party : ફિલ્મ સ્ટાર્સ (Bollywood Celebs) માટે નવું વર્ષ સેલિબ્રેટ કરવાનો રિવાજ નવો નથી. વર્ષોથી ફિલ્મ સ્ટાર્સ આ દિવસને વેલકમ કરવા માટે પરિવાર અને મિત્રો સાથે દૂર દૂર સુધી ટૂર કરે છે.

આલિયા-રણબીરથી લઈને અનુષ્કા-વિરાટ સુધી, સેલેબ્સે ક્યાં અને કેવી રીતે સેલિબ્રેટ કર્યું New Year 2023
bollywood new year
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 01, 2023 | 6:19 PM

New Year 2023 : વર્ષ 2022 પૂરું થઈ ગયું છે. આજે નવા વર્ષનો પહેલો દિવસ છે. હંમેશાની જેમ આ વર્ષે પણ સામાન્ય લોકોની સાથે સાથે ફિલ્મ સ્ટાર્સે પણ નવા વર્ષને ધૂમધામથી સેલિબ્રેટ કર્યું હતું. ઘણા સ્ટાર્સે પોતાના ઘરે નવા વર્ષનું વેલકમ કર્યું તો, ઘણા સ્ટાર્સ આ ખાસ પળનું સેલિબ્રેશન કરવા માટે વિદેશ ગયા હતા. આલિયા ભટ્ટ -રણબીર કપૂર, વિરાટ કોહલી- અનુષ્કા શર્મા, ભાગ્યશ્રી અને અનન્યા પાંડે સહિત ઘણા સ્ટાર્સે નવા વર્ષનું સેલિબ્રેશનની તસવીરો તેમના ફેન્સ સાથે શેયર કરી છે.

ફિલ્મ સ્ટાર્સ માટે નવું વર્ષ સેલિબ્રેટ કરવાનો રિવાજ નવો નથી. વર્ષોથી ફિલ્મ સ્ટાર્સ આ દિવસને વેલકમ કરવા માટે પરિવાર અને મિત્રો સાથે દૂર દૂર સુધી ટૂર કરે છે. ઘણા સ્ટાર્સ દેશના અલગ-અલગ શહેરોમાં જઈને નવા વર્ષનું સેલિબ્રેશન કરે છે, ઘણા સ્ટાર્સ આ માટે વિદેશ પણ જાય છે.

વિરાટ અને અનુષ્કાએ દુબઈમાં સેલિબ્રેટ કર્યું નવું વર્ષ

ફિલ્મ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નવા વર્ષ પર દુબઈ ફરવા ગયા છે. ગઈકાલે અનુષ્કા શર્માએ કેટલીક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી. આજે નવા વર્ષના પહેલા દિવસે વિરાટ કોહલીએ અનુષ્કા સાથેની તસવીરો શેયર કરી છે. વિરાટે બે તસવીરો શેયર કરી છે. એક તસવીરમાં બંને ડિનર ટેબલ પર સાથે જોવા મળે છે, જ્યારે એક તસવીરમાં બંને એકબીજા સાથે પોઝ આપતા જોવા મળે છે.

આલિયા-રણબીરે ઘરે જ સેલિબ્રેટ કર્યું નવું વર્ષ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે આ વર્ષે તેમના બાંદ્રા વાળા ઘરે નવા વર્ષનું સ્વાગત કર્યું. આલિયા રણબીરે ઘરે એક ન્યૂ યર પાર્ટી રાખી હતી, જેમાં તેના ઘણા નજીકના મિત્રોએ હાજરી આપી હતી. આલિયા રણબીરની આ પાર્ટીમાં અયાન મુખર્જી, શાહીન ભટ્ટ, લવ રંજન અને તેની પત્ની અલીશા વૈદ અને રોહિત ધવન અને તેમની પત્ની જાનવી દેસાઈ પહોંચ્યા હતા. આલિયાએ ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી છે.

અનન્યા અને ભાગ્યશ્રીએ કેવી રીતે સેલિબ્રેટ કર્યું ન્યૂ યર

તમને જણાવી દઈએ કે આ ખાસ દિવસને સેલિબ્રેટ કરવા માટે અનન્યા પાંડે થાઈલેન્ડના ફૂકેટ ગઈ હતી. ત્યાંથી અનન્યાએ પોતાની અને તેના મિત્રોની ઘણી તસવીરો શેયર કરી છે. આ સિવાય એક્ટ્રેસ ભાગ્યશ્રીએ પણ ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેયર કરી છે. ભાગ્યશ્રીએ ગોવામાં તેના પતિ સાથે નવું વર્ષ સેલિબ્રટ કર્યું હતું.

Published On - 6:18 pm, Sun, 1 January 23