Alia Bhatt and Rekha : આલિયા ભટ્ટ અને રેખા એક ફ્રેમમાં, એકબીજાને જોઈને મળ્યા ગળે, પ્રથમ વખત જોવા મળ્યો આવો નઝારો

મુંબઇમાં હાલમાં જ 'દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023' નો એક વીડિયો તાજેતરમાં વાયરલ થઈ રહ્યો છે. આમાં રેખા અને આલિયા એક સાથે પોઝ આપતા જોવા મળે છે. તમે પહેલાં ભાગ્યે જ આ નજારો જોયો હશે. બંનેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Alia Bhatt and Rekha : આલિયા ભટ્ટ અને રેખા એક ફ્રેમમાં, એકબીજાને જોઈને મળ્યા ગળે, પ્રથમ વખત જોવા મળ્યો આવો નઝારો
એવોર્ડ નાઈટમાં આલિયા ભટ્ટ અને રેખાની એક ફ્રેમમાં જોવા મળી સુંદરતા
| Edited By: | Updated on: Feb 21, 2023 | 8:47 AM

તાજેતરમાં મુંબઈમાં ‘દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં બોલિવૂડની તમામ મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન લીજેન્ડ રેખા અને નવી માતા બનેલી આલિયા ભટ્ટ વચ્ચેનું ક્યૂટ બોન્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને એકબીજાને પ્રેમથી ગળે લગાવતા જોવા મળે છે. લોકોએ આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે. ફેન્સ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે. ચાલો તમને પણ બતાવીએ આ ક્યૂટ વીડિયો.

આ પણ વાંચો : Pushpa Movie: ‘પુષ્પા ધ રાઇઝ’ને 2022માં દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યો ‘ફિલ્મ ઓફ ધ યર’નો એવોર્ડ

વિરલ ભાયાણીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં હિન્દી સિનેમાની એવરગ્રીન અભિનેત્રી રેખા હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે તેમજ રણબીર કપૂરની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટ પણ તેની સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. વીડિયોમાં બંને એક્ટ્રેસ એકબીજાનો હાથ પકડીને જોવા મળી રહી છે. તેમના બોન્ડિંગ પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે તેમજ આ વીડિયોને સતત લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

અહીં વીડિયો જુઓ

આલિયા અને રેખા એક સાથે આપી રહ્યાં છે પોઝ

વીડિયોમાં રેખાએ હંમેશની જેમ કાંજીવરમ સાડી કેરી કરી છે. તે જ સમયે આલિયા ભટ્ટ પણ તેના ભારતીય અવતારમાં લોકોના દિલ જીતી રહી છે. ટ્રાન્સપરન્ટ સફેદ સાડીમાં આલિયાની સુંદરતાનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ બની રહ્યો છે. અભિનેત્રીએ ખુલ્લા વાળ, નાના ગોળાકાર ટોપ્સ અને કપાળ પર નાની કાળી બિંદી સાથે તેના દેખાવને પૂર્ણ કર્યો છે. એવોર્ડ નાઈટમાં બંને અભિનેત્રીઓ એથનિક લૂકમાં પહોંચી હતી અને રેડ કાર્પેટ પર સાથે પોઝ પણ આપ્યા હતા. આ સીન પહેલીવાર સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે.

બંને અભિનેત્રીઓનો લુક થઈ રહ્યો છે વાયરલ

બીજી તરફ જો રેખાની વાત કરીએ તો તે હંમેશા પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવતી જોવા મળે છે. આ વખતે પણ તે પહોળી ગોલ્ડન કલરની બોર્ડરવાળી કાંજીવરમ સાડીમાં જોવા મળી હતી. વળી બ્રાઈટ મેક-અપ, લાલ લિપસ્ટિક અને હેર બન પર ગજરાનો દેખાવ તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. બંનેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.