Alia Bhatt And Ranbir Kapoor Video : આલિયા ભટ્ટે રણબીર કપૂરને કારમાં કરી કિસ, Video થયો Viral

Alia Bhatt And Ranbir Kapoor Anniversary : આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. લગ્નની વર્ષગાંઠ પર બંને પાપારાઝીની સામે એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા.

Alia Bhatt And Ranbir Kapoor Video : આલિયા ભટ્ટે રણબીર કપૂરને કારમાં કરી કિસ, Video થયો Viral
Alia Bhatt And Ranbir Kapoor Anniversary
| Edited By: | Updated on: Apr 15, 2023 | 11:42 AM

Alia Bhatt And Ranbir Kapoor Video : આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. બંનેની જોડી ચાહકોને ગમે છે. હાલમાં બંને પોતાની પહેલી વેડિંગ એનિવર્સરીને લઈને ચર્ચામાં છે. બંનેના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું છે. આ અવસર પર સોશિયલ મીડિયા પર બંને સાથે જોડાયેલા ઘણા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : Ranbir Kapoor : ‘હું આલિયા ભટ્ટ માટે સારો પતિ નથી’, રણબીર કપૂરે તેની પત્ની સાથેના સંબંધો પર કહ્યું આવું

આ દરમિયાન એક વીડિયો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે, જેમાં આલિયા રણબીરને કિસ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રણબીર અને આલિયા કારમાં બેઠા છે. તે જ સમયે પાપારાઝી તેમને પોઝ આપવા માટે કહી રહ્યા છે.

આ દરમિયાન આલિયા રણબીરને પકડે છે અને પછી તેને કિસ કરે છે. વીડિયોમાં આલિયા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને હસતી જોવા મળી રહી છે. જ્યારે રણબીર પાપારાઝી સાથે હાથ મિલાવે છે. બંનેની જોડી શાનદાર લાગી રહી છે.

નવા ઘરની એપડેટ લેવા પહોંચે છે

લગ્નની વર્ષગાંઠ પર આલિયા અને રણબીર તેમના નવા ઘરનું કામ ક્યા સુધી થયું છે તે જોવા માટે આવ્યા હતા. તે દરમિયાનનો તમે બંનેનો વીડિયો પણ જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે, આ ઘરમાં ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે. સાથે જ બંને અવાર-નવાર વિઝિટ પર જાય છે.

આલિયાએ તસવીરો કરી છે શેર

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા. બીજી તરફ બંનેના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે આલિયાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પહેલો ફોટો બંનેની હલ્દી વિધિનો છે. સાથે જ અન્ય તસવીરો પણ બંનેની ખાસ પળોની છે. આ તસવીરો શેર કરતાં આલિયાએ કેપ્શન આપ્યું હતું કે, ‘હેપ્પી ડે.’

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…