Ali Fazal Birthday Special : ગુડ્ડુ ભૈયાના પાત્ર માટે અલી ફઝલને ઘણી ઓળખ મળી હતી. 2009માં ‘એક ઠો ચાન્સ’થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. આ એક્ટર આજે સિનેમાની દુનિયામાં મોટું નામ બની ગયો છે અને પ્રખ્યાત થયો છે. વર્ષ 1986માં આ દિવસે અલી ફઝલનો જન્મ લખનઉમાં થયો હતો.
આ પણ વાંચો : અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના રિસેપ્શનની કેટલીક ખાસ તસવીરો આવી સામે, જુઓ
જ્યારે તે 18 વર્ષનો હતો ત્યારે તેના પેરેન્ટ્સે છૂટાછેડા લઈને અલગ થયા હતા. તમને જણાવી દઈએ કે અલી ફઝલે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ પોતાની એક્ટિંગની કલાને સાબિત કરી બતાવી છે. ચાલો તેમના જન્મદિવસ નિમિત્તે તેમના વિશે જાણીએ
એક્ટર અલી ફઝલે તેની ફિલ્મી કરિયરમાં એક્ટિંગની શરૂઆત 2009માં આવેલી ફિલ્મ થ્રી ઈડિયટ્સથી કરી હતી. તેણે આ ફિલ્મમાં જોય લોબો નામના એન્જિનિયરિંગના વિદ્યાર્થીની ભૂમિકા ભજવી હતી. જે કોલેજમાં પ્રોજેક્ટ ડેડલાઈનને કારણે ડિપ્રેશનમાં આવી જાય છે અને પછી આત્મહત્યા કરી લે છે. જ્યારે અલીએ આ પાત્ર ભજવ્યું ત્યારે તે પોતે જ રિયલ લાઈફમાં કોલેજમાં બીજા વર્ષનો વિદ્યાર્થી હતો.
એક્ટરની ફિલ્મી કરિયરમાં તે વર્ષ 2011માં તે ‘ઓલવેઝ કભી કભી’માં જોવા મળ્યો અને પછી ‘ફુકરે’, ‘બાત બના ગયી’, ‘બોબી જાસૂસ’, ‘ફુકરે-રિટર્ન્સ’ જેવી ફિલ્મો દ્વારા નામ કમાયું. અલી ફઝલે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે ‘ધ અધર એન્ડ ઓફ ધ લાઈન’, ‘વિક્ટોરિયા એન્ડ અબ્દુલ’, ‘ફ્યુરિયસ 7’, સીરિઝ ‘બોલીવુડ હીરો’માં પણ કામ કર્યું છે.
આ સિવાય અલી ફઝલને વેબ સિરીઝ મિર્ઝાપુરથી એક અલગ ઓળખ મળી છે. આ સિરીઝમાં તે ગુડ્ડુ પંડિતના રોલમાં જોવા મળ્યો હતો. આ સિરીઝ દ્વારા તેણે ઘર-ઘરમાં નામ કમાયું છે. આ પછી તે સીરીઝની બીજી સીઝનમાં પણ જોવા મળ્યો હતો. હવે દર્શકો તેની ત્રીજી સીઝનની રાહ જોઈ બેઠા છે.
તેની પર્સનલ લાઈફની વાત કરીએ તો અલી ફઝલે રિચા ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. અલી ફઝલે ખુલાસો કર્યો કે તેણે રિચા ચઢ્ઢાને કેવી રીતે પ્રપોઝ કર્યું? આ અંગે અલી ફઝલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેણે આ અંગે કોઈ યોજના બનાવી નહોતી તેને પોતાનો કોઈ પ્લાન નહોતો. તે રિચા ચઢ્ઢાને પ્રપોઝ કરવા ગયો ત્યારે તેની પાસે રિંગ પણ નહોતી. તે માત્ર એટલું જ જાણતો હતો કે આ યોગ્ય સમય અને સ્થળ છે. તેણે વધુમાં કહ્યું કે, તમે તમારા પ્રેમની ગમે તેટલા નજીક હોવ છતાં પણ અસ્વીકાર એટલે કે રિજેક્શનનો ડર રહે છે.