
અલી ફઝલ (Ali Fazal) અને રિચા ચઢ્ઢા (Richa Chadda) હાલમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. આ લગ્ન પણ બોલિવૂડના બાકીના લગ્નોની જેમ શાનદાર થવાના છે. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ હવે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. હાલના રિપોર્ટ મુજબ કપલે તેમના લગ્નની તારીખ વિશે પણ ખુલાસો કર્યો હતો. જે બાદ હવે લેટેસ્ટ અપડેટ મુજબ બંનેના વેડિંગ વેન્યુ વિશે જાણકારી મળી છે. તમને જણાવી દઈએ કે રિચા ચઢ્ઢા અને અલી ફઝલનું પ્રી વેડિંગ શૂટ દિલ્હીની એક આઈકોનિક હોટલમાં થવાનું છે.
લેટેસ્ટ રિપોર્ટ મુજબ રિચા ચઢ્ઢા અને અલી ફઝલનું પ્રી વેડિંગ શૂટ દિલ્હીના ફેમસ દિલ્હી જીમખાના ક્લબમાં થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ક્લબ વર્ષ 1913માં બની હતી. આ સિવાય આ ઐતિહાસિક ક્લબના સભ્યોમાં ઘણા મોટા નામો છે. તમને જણાવી દઈએ કે બંનેએ વર્ષ 2020માં જ તેમના લગ્નનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે તેઓએ તેમના લગ્નનું પ્લાનિંગ બંધ કરી દીધું હતું. જેનો હવે ફરી પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.
અલી ફઝલ અને રિચાના લગ્ન વિશે જે પણ સમાચાર આવ્યા છે તે મુજબ આ લગ્ન ખૂબ જ રોયલ અંદાજમાં થવા જઈ રહ્યા છે. ફેન્સ પણ ઈન્ડસ્ટ્રીના અન્ય એક પાવર કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રી વેડિંગ માટે જે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે તે શાનદાર છે. તસવીરો જોઈને એમ પણ કહી શકાય કે આ આઈકોનિક હોટેલ અંદરથી એકદમ ભવ્ય છે.
ફોટો જોઈને તમે સરળતાથી આ ભવ્ય હોટેલની સુંદરતા અને ભવ્યતાનો અંદાજ લગાવી શકો છો. ક્લબની અંદર ભરપૂર સુવિધાઓ છે અને કોઈપણ પ્રકારની કમી નથી. આ સિવાય ક્લબના રૂમ પણ એકદમ લક્સરી છે.
વેડિંગ સેલિબ્રેશનની વાત કરીએ તો થોડા દિવસો પહેલા આવેલા રિપોર્ટ્સ મુજબ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ આવતા મહિને એટલે કે ઓક્ટોબરમાં લગ્ન કરશે. દિલ્હીમાં ત્રણ દિવસના પ્રી-વેડિંગ શૂટ બાદ તેઓ મુંબઈના રોયલ હેરિટેજ ફોર્ટમાં સાત ફેરા લેશે. આ સાથે જ તેમના લગ્નની તારીખ જાહેર કરવામાં આવી હતી.
સપ્ટેમ્બરના અંત અને 2 ઓક્ટોબરથી આ કપલના પ્રી-વેડિંગ બેશની તૈયારીઓ શરૂ થઈ જશે. જે દિલ્હીની ફેમસ જીમખાના ક્લબ થવાની છે . આ પછી બંને 6 ઓક્ટોબરે એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાશે. રિસેપ્શનનું વેન્યૂ 7 ઓક્ટોબરે મુંબઈમાં નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પરિવાર અને કેટલાક નજીકના લોકો સામેલ થશે.