કૉમેડી છોડીને ખતરનાક મિશન પર નીકળ્યો Akshay Kumar, ફિલ્મ ‘સમુક’ નું મોશન પૉસ્ટર જોઈને ઊડી જશે હોશ

કૉમેડી અને ડ્રામા છોડીને હવે અક્ષય કુમાર એકદમ ખતરનાક અને અજાણ્યા મિશન પર નીકળી પડ્યો છે. તેની આગામી સાયન્સ-ફિક્શન ફિલ્મ 'સમુક'નું મોશન પૉસ્ટર સામે આવતા જ સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે, જેમાં એક ભયાનક વિશાળકાય જીવની ઝલક જોવા મળી રહી છે.

કૉમેડી છોડીને ખતરનાક મિશન પર નીકળ્યો Akshay Kumar, ફિલ્મ સમુક નું મોશન પૉસ્ટર જોઈને ઊડી જશે હોશ
| Updated on: Nov 16, 2026 | 8:14 PM

બૉલિવૂડના સ્ટાર એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) એકવાર ફરી દર્શકોને કંઈક અલગ દેખાડવાની તૈયારીમાં છે. આ વખતે ના તો કોઈ કૉમેડીનો તડકો હશે અને ના તો અદાલતમાં દલીલો હશે. વાત એમ છે કે, આ ફિલ્મમાં Akshay Kumar એક ખતરનાક મિશન પર નીકળશે.

જણાવી દઈએ કે, તેની આવનારી સાયન્સ-ફિક્શન એક્શન થ્રિલર ફિલ્મ ‘સમુક’ (Samuk) નું નવું મોશન પૉસ્ટર સામે આવ્યું છે. તેમાં અક્ષયનો અંદાજ જોઈને ફિલ્મને લઈને ઉત્સુકતા વધી ગઈ છે. પૉસ્ટરમાં એક વિશાળકાય જીવનો હાથ અને જંગલમાં બંદૂક પકડીને ઊભેલો અક્ષય નજરે પડી રહ્યો છે.

Samuk ને લઈને આવ્યું અપડેટ

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર મોશન પૉસ્ટર શેર કર્યું છે. તેણે પૉસ્ટ સાથે લખ્યું કે, ‘એક શિકારી, એક મિશન અને એવી લડાઈ, જ્યાં કોઈ નિયમો નથી.’

પૉસ્ટરમાં દેખાઈ રહેલો વિશાળકાય હાથ આ વાતનો ઇશારો કરે છે કે, ફિલ્મમાં કોઈ ખતરનાક જીવનો સામનો કરવો પડી શકે છે. જો કે, તેની સ્ટોરી અને અક્ષયના પાત્રને લઈને હજી વધારે માહિતી સામે આવી નથી.

ફિલ્મ 28 May 2027 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. Samuk નું નિર્દેશન કનિષ્ક વર્મા કરી રહ્યા છે, જ્યારે વિપુલ અમૃતલાલ શાહ તેને સનશાઇન પિક્ચર્સના બેનર હેઠળ બનાવી રહ્યા છે. ફિલ્મમાં અક્ષયની સાથે રૂક્મિણી મૈત્રા, વિનીત કુમાર સિંહ, રજત કપૂર, સ્વાનંદ કિરણ કિરે, બનીતા સંધુ અને સુશાંત સિંહ પણ નજરે પડશે.

શૂટિંગનો મોટો હિસ્સો બ્રિટનમાં

જણાવી દઈએ કે, ફિલ્મ સમુકની શૂટિંગનો મોટો હિસ્સો બ્રિટનમાં પૂરો કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ, ત્યાંના શિડ્યુલમાં આશરે 80 ટકા શૂટિંગ પૂરું થયું હતું.

ખાસ વાત એ છે કે, ફિલ્મ માટે ‘એલિયન’ અને ‘પ્રિડેટર’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઑસ્કર-નામાંકિત ક્રિએચર ઇફેક્ટ્સ ડિઝાઇનર એલેક ગિલિસને જોડવામાં આવ્યા છે. બ્રિટિશ એક્શન ડાયરેક્ટર લ્યુક ટંબરે તેના એક્શન સીન તૈયાર કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે, અક્ષયની આ નવી દુનિયા મોટા પડદા પર દર્શકોને કેટલું રોમાંચિત કરે છે?

પુરુષોને પણ નથી છોડતા ‘હવસખોરો’! Ayushmann Khurrana સામે મૂકાઈ હતી ‘ગંદી ડિમાન્ડ’

Follow Us
Loading...
Unable to load recommendations.