
થોડા મહિના પહેલા રિલીઝ થયેલી અક્ષયકુમારની ફિલ્મ OMG 2એ સારી કમાણી કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 150 કરોડથી વધુની કમાણી કરી હતી. OMG 2 બાદ અક્ષય હવે મિશન રાનીગંજ (Mission Raniganj)નામની ફિલ્મને લઈ આવ્યા છે પરંતુ હવે તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ ચલાવવામાં અસફળ સાબિત થઈ રહી છે. કાંઈક આવો જ હાલ ભૂમિ પેડનેકરની ફિલ્મ થેન્ક્યું ફોર કમિંગનો પણ છે.
રિલીઝના પહેલા દિવસથી અક્ષય કુમારની ફિલ્મ મિશન રાનીગંજ 2.8 કરોડની કમાણી કરી હતી.પહેલા દિવસના મુકાબલે ત્રીજા દિવસની કમાણીમાં થોડો વધારો જરુર થયો છે પરંતુ કલેક્શન હજુ પણ ખુબ ઓછું છે, રિપોર્ટની વાત માનીએ તો ત્રીજા દિવસે મિશન રાનીગંજ અંદાજે 4.85 કરોડની કમાણી કરી છે.
OMG 2 શરુઆતના ત્રણ દિવસમાં 43 કરોડ રુપિયાની કમાણી કરી હતી પરંતુ મિશન રાનીગંજ હજુ ખુબ પાછળ ચાલી રહી છે. મિશન રાનીગંજે ત્રણ દિવસમાં 12.15 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ સિવાય ભૂમિ પેડનેકરની ફિલ્મ થેન્કયું ફોર કમિંગ ધીમી કમાણી કરી રહી છે.
ભૂમિ પેડનેકર ઉપરાંત શહેનાઝ ગિલ, શિબાની બેદી અને કુશા કપિલા પણ થેન્ક યુ ફોર કમિંગમાં જોવા મળી છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મે રિલીઝના ત્રીજા દિવસે અંદાજે 1.70 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ પહેલા શનિવારે ફિલ્મે 1.56 કરોડ રૂપિયા અને શુક્રવારે 1.06 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એટલે કે ત્રણ દિવસમાં થેન્ક યુ ફોર કમિંગ માત્ર 4.22 કરોડ રૂપિયા એકત્ર કરવામાં સફળ રહી છે.
બંન્ને ફિલ્મ થિયેટરમાં એક જ દિવસે રિલીઝ થઈ હતી. હાલમાં ફિલ્મો ખુબ ધીમી કમાણી કરી રહી છે. થેન્ક્યુ ફોર કમિંગની સ્ટાર કાસ્ટ છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મોનું પ્રોમોશન કરી રહી હતી. તેમ છતા ફિલ્મ ધીમી કમાણી કરી રહી છે.