PM મોદીના સ્વચ્છતા અભિયાનમાં અક્ષય કુમારે લીધો ભાગ, શેર કર્યો આ ખાસ મેસેજ

|

Jan 01, 2024 | 11:42 PM

બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) સક્રિય રીતે સરકારી યોજનાઓને સમર્થન આપે છે અને તેના પર ફિલ્મો પણ લઈને આવે છે. અક્ષય કુમાર હાલમાં દેશની બહાર છે પરંતુ તેમે ગાંધી જયંતિ નિમિત્તે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને તેનો ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટો શેર કરવાની સાથે અક્ષય કુમારે દેશવાસીઓને એક સંદેશ પણ લખ્યો હતો.

PM મોદીના સ્વચ્છતા અભિયાનમાં અક્ષય કુમારે લીધો ભાગ, શેર કર્યો આ ખાસ મેસેજ
Akshay Kumar
Image Credit source: Instagram

Follow us on

મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સરકાર ‘સ્વચ્છતા હી સેવા’ નામનું અભિયાન ચલાવી રહી છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો અને તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેમના સિવાય અનેક વરિષ્ઠ નેતાઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને સફાઈ કામગીરી કરી હતી. હાલમાં તેમાં બોલિવુડ એક્ટર અક્ષય કુમારનું (Akshay Kumar) નામ પણ જોડાઈ ગયું છે. અક્ષયે હાલમાં જ પોતાનો ફોટો શેર કર્યો છે, જેમાં તે સ્વચ્છતા અભિયાનનો ભાગ બનતો જોવા મળી રહ્યો છે.

અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે બીચ પર સફાઈ કરતો જોવા મળી રહ્યો છે. તસવીરમાં જોઈ શકાય છે કે અક્ષય વ્હાઈટ શર્ટ અને બ્લેક કેપ્રીમાં છે. તે સાવરણી પકડીને દરિયા કિનારાની સફાઈ કરતા જોવા મળે છે. તેના ફેસ પર સંતોષની લાગણી જોવા મળી રહી છે અને તે સફાઈ કરવામાં વ્યસ્ત છે. આ સિવાય અન્ય લોકો પણ તેને સપોર્ટ કરતા જોવા મળે છે. આ ફોટો શેર કરવાની સાથે અક્ષય કુમારે દેશવાસીઓને એક સંદેશ પણ લખ્યો હતો. ખાસ વાત એ છે કે હાલમાં અક્ષય કુમાર દેશની બહાર છે પરંતુ તે પછી પણ તેને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

(Image: Akshay Kumar Instagram)

અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું છે કે આ માત્ર જગ્યાની સફાઈ વિશે નથી પરંતુ તે માત્ર મનની ઉપજ છે. દેશની બહાર હોવા છતાં પણ મને કોઈ સ્વચ્છતા અભિયાનનો ભાગ બનવાથી રોકી શક્યું નથી. તો આના પર એ જ કહી શકાય કે તમે જ્યાં પણ હોવ, તમારે તમારી આસપાસની જગ્યાઓ અને તમારા મનને પણ સાફ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

આ ફિલ્મોમાં જોવા મળશે અક્ષય કુમાર

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર હાલમાં ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેમની ફિલ્મ ઓએમજી 2 એ જબરદસ્ત કમાણી કરી અને 100 કરોડનો આંકડો પાર કર્યો. આ ફિલ્મ સની દેઓલની ગદર 2 સાથે રિલીઝ થઈ હતી. હવે અક્ષય કુમાર હેરા ફેરી 2, બડે મિયાં છોટે મિયાં, મિશન રાનીગંજ અને સિંઘમ અગેઈન જેવી ફિલ્મોમાં જોવા મળશે.

આ પણ વાંચો: Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરાની ચૂડા સેરેમનીનો ફોટો થયો વાયરલ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:54 pm, Sun, 1 October 23

Next Article