અજય દેવગને બતાવ્યું પોતાનું ગજબનું ટ્રાન્સફોર્મેશન, વર્ષે વર્ષે આ રીતે બદલાયું જીવન, જુઓ ફોટો

|

Jan 12, 2023 | 7:28 PM

Ajay Devgn Photos: ફિલ્મ એક્ટર અજય દેવગને (Ajay Devgn) નેશનલ યૂથ ડે પર તેના બાળપણથી લઈને અત્યાર સુધીના લુક તેના ફેન્સ સાથે શેયર કર્યા છે. એક વીડિયોમાં અજયે 50થી વધુ તસવીરો બતાવી છે.

અજય દેવગને બતાવ્યું પોતાનું ગજબનું ટ્રાન્સફોર્મેશન, વર્ષે વર્ષે આ રીતે બદલાયું જીવન, જુઓ ફોટો
Ajay Devgn
Image Credit source: Instagram

Follow us on

Ajay Devgn Insta Post: એક્ટર અજય દેવગને વર્ષ 1991માં આવેલી ફિલ્મ ફૂલ ઔર કાંટેથી તેના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પછી અજયે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેની પહેલી જ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. અજય દેવગનને વર્ષોથી યુથ આઈકોન માનવામાં આવે છે. જે એક્શન સિરીઝ તેને ફિલ્મ ફૂલ ઔર કાંટેથી શરૂ થઈ તે આજે સુધી યથાવત છે. અજય દેવગને નેશનલ યુથ ડે (12 જાન્યુઆરી) પર ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળપણથી લઈને અત્યાર સુધીના લુકની તસવીરો ફેન્સ સાથે શેયર કરી છે.

અજયે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે જ્યારે તમે યુવાન હોવ ત્યારે તમે તમારો વિશ્વાસ અને સપનાઓને પૂરા કરવા માટે મજબૂત પાયો નાખો છો. તમે તે છો જેની આંખોમાં તારા છે અને તેના દિલમાં આશા. અજયે લખ્યું છે કે જ્યારે તમે તમારી જાતને બદલો ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખો કે તમારા આઈડલ પથ્થર જેટલા મજબૂત હોય.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

એક વીડિયોમાં અજયે બતાવી 50થી વધુ તસવીરો

અજય દેવગન દ્વારા શેયર કરવામાં આવેલા વીડિયોમાં 50થી વધુ તસવીરો છે. આમાં તેને તેના પિતા વીરૂ દેવગન સાથેની એક તસવીર પણ શેયર કરી છે. આ સિવાય અજય દેવગને પોતાના અલગ-અલગ લુકને પણ વીડિયોમાં સામેલ કર્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે દર વર્ષે અજય દેવગનના લુકમાં કેટલો બદલાવ આવ્યો છે. ફૂલ ઔર કાંટેના અજય અને દ્રષ્ટિમ 2ના અજય કેટલો ફર્ક આવ્યો છે તે તમે આ વીડિયોમાં સરળતાથી જોઈ શકો છો.

આ પણ વાંચો : શાહરુખ ખાને ઈવેન્ટમાં ગાયું દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે સોન્ગ, આપ્યો સિગ્નેચર પોઝ, જુઓ Viral Video

અજયની આ પોસ્ટ પર ફેન્સ વરસાવી રહ્યા છે પ્રેમ

અજય દેવગનની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ફેન્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. થોડા જ કલાકોમાં વીડિયો પર લાખો લાઈક્સ આવી ગઈ છે અને હજારો લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘અદા એવી છે જે કોઈની પાસે નથી. જસ્ટ વાવ અજય દેવગન.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘સર તમે મારા બાળપણના હીરો છો. તમારી ફિલ્મ દિલજલેને આજે પણ કોઈ ટક્કર આપી શકે તેમ નથી.’

Next Article