બોલિવૂડના સિંઘમ અજય દેવગનની ‘દ્રશ્યમ 2‘ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. હાલમાં જ અજય દેવગને તેની અપકમિંગ ફિલ્મ ‘ભોલા‘નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝરમાં અજય દેવગન ખૂબ જ ખતરનાક રોલમાં જોવા મળી રહ્યો છે. આ ટીઝર સસ્પેન્સથી ભરપૂર છે. આ ફિલ્મમાં અજય દેવગનના એક્શનની ઝલક જોવા મળી છે, પરંતુ તે કેવા પ્રકારની સ્ટોરી હશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. પરંતુ ટીઝર એકદમ પાવરફુલ લાગે છે. ત્યારબાદ અજય દેવગનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
‘દ્રશ્યમ 2’ની સક્સેસ એન્જોય કરી રહેલા અજય દેવગન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘ભોલા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. એક્ટરે ઈન્સ્ટાગ્રામ પર શૂટિંગનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે હેલ્મેટ વગર સ્કૂટી ચલાવતો જોવા મળે છે. આ વીડિયોમાં ભીડ અજય દેવગનને પાછળ ફેન્સ દોડતાં જોવા મળે છે. આ અજય દેવગન માટે ફેન્સનો પ્રેમ છે કે ઘણા લોકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે.
વીડિયોમાં અજય દેવગનને સ્કૂટી પર સ્પીડમાં જતો જોઈ શકાય છે, તેની સાથે સ્કૂટી પર એક વ્યક્તિ પણ બેઠો છે. પબ્લિકને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ તેમના ફેવરિટ સ્ટારને જોવા માટે રાહ જોઈ રહ્યા છે. અજય દેવગન પણ ફેન્સને પ્રેમ માટે આભાર વ્યક્ત કરવાનું ભૂલતો નથી. તે માટે અજયે કેપ્શનમાં ફેન્સના પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો છે.
અજય દેવગન પાછળ એકઠી થયેલી ભીડને જોઈને વીડિયો શેયર કરતી વખતે અજય દેવગને લખ્યું, ‘જ્યારે પણ કોઈ સારા કારણોસર ભીડ તમને ફોલો કરે છે ત્યારે સારું લાગે છે. પ્રેમ માટે દરેકનો આભાર. આ સાથે અજય દેવગને તેના ફેન્સ માટે હાર્ટ ઈમોજી પણ બનાવી છે. એટલું જ નહીં અજય દેવગન હેલ્મેટ વગર સ્કૂટી ચલાવી રહ્યો છે, તેથી તેને તેના ફેન્સ માટે એક ખાસ મેસેજ આપ્યો છે કે “ડ્રાઈવિંગ કરતી વખતે હેલ્મેટ પહેરો.” મેં તે પહેર્યું ન હતું કારણ કે હું શૂટિંગ કરી રહ્યો હતો. અજય દેવગનની આ પોસ્ટ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.
અજય દેવગનની ફિલ્મ ભોલા વિશે વાત કરીએ તો તે તમિલ ફિલ્મ કૈથીની રિમેક છે. આ ફિલ્મમાં અજય દેવગન શિવ ભક્તના રોલમાં જોવા મળશે. નિર્દેશનની સાથે સાથે આ ફિલ્મને અજય દેવગને પ્રોડ્યુસ પણ કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે 30 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે.
Published On - 7:39 pm, Sun, 4 December 22