એશ્વર્યા રાય-વિક્રમની ફિલ્મ Ponniyin Selvan 1એ ‘ક્શ્મીર ફાઈલ્સ’ને પાછળ છોડ્યુ, બનાવ્યો નવો રેકોર્ડ

|

Oct 09, 2022 | 8:26 PM

આ ફિલ્મે હિન્દી ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સના (The Kashmir Files) લાઈફટાઈમ કલેક્શનને પણ પાર કર્યુ છે. શનિવારે પોન્નિયિન સેલવન 1ની કમાણીમાં 60 ટકાનો વધારો થયો હતો. આ ફિલ્મે ભારતમાં 9માં દિવસનું કુલ ક્લેક્શન 14-15 કરોડ રહ્યુ હતુ.

એશ્વર્યા રાય-વિક્રમની ફિલ્મ Ponniyin Selvan 1એ ક્શ્મીર ફાઈલ્સને પાછળ છોડ્યુ, બનાવ્યો નવો રેકોર્ડ
Ponniyin Selvan 1 Creates New Record
Image Credit source: File photo

Follow us on

Ponniyin Selvan 1 : બોલિવૂડમાં એક પછી એક ધમાકેદાર ફિલ્મો રિલીઝ થઈ રહી છે. બ્રહ્માસ્ત્ર, આરઆરઆર, ધ કશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મો બોલિવૂડમાં ધૂમ મચાવી રહી છે. તે લિસ્ટમાં પોન્નિયિન સેલવન 1ની પણ એન્ટ્રી થઈ છે. મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલવન 1 બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મમાં એશ્વર્યા રાય, વિક્રમ, કાર્થી, તૃષા અને જયમ રવિકે અભિનય કર્યો છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે હિન્દી ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સના (The Kashmir Files) લાઈફટાઈમ કલેક્શનને પણ પાર કર્યુ છે. શનિવારે પોન્નિયિન સેલવન 1ની કમાણીમાં 60 ટકાનો વધારો થયો હતો. આ ફિલ્મે ભારતમાં 9માં દિવસનું કુલ ક્લેક્શન 14-15 કરોડ રહ્યુ હતુ. વર્લ્ડ વાઈડ આ ફિલ્મનું કલેક્શન લગભગ 355 કરોડ રહ્યુ છે. જ્યારે ધ કશ્મીર ફાઈલ્સનું વર્લ્ડ વાઈડ કલેક્શન 340 કરોડ હતુ.

જલ્દી આવી શકે છે ફિલ્મનો બીજો ભાગ

કલ્કિ કૃષ્ણમૂર્તિના 1955ની ઐતિહાસિક કથા ઉપન્યાન પર આધારિત આ ફિલ્મ પોન્નિયિન સેલવન 1 દક્ષિણના એક શક્તિશાળી રાજા અરુલમોજી (જયમ રવિ)વર્મનના શરુઆતના દિવસની વાર્તા છે. જે આગળ જઈને મહાન ચૌલ સમ્રાટ રાજરાજ ચૌલ પ્રથમ બન્યા હતા. જયમ રવિને આશા છે કે જ્યારે પણ આ ફિલ્મનો બીજો ભાગ બનશે તો તેમને પણ મોટી ભૂમિકા આપવામાં આવશે. કાર્થી આ ફિલ્મમાં એક બહાદુર અને સાહસી યોદ્ધા વંથિયાથેવનની ભૂમિકામાં દેખાયા. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ – મને ગર્વ છચે કે હું ખુબ મોટી ફિલ્મનો ભાગ છું.

આ રહ્યુ પોન્નિયિન સેલવન 1નું ટ્રેલર

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ફિલ્મ 5 ભાષામાં થઈ છે રિલીઝ

અલ્લિરાજા સુબાસ્કરનના બેનર લાઈકા પ્રોડક્શન્સના સહયોગથી બનેલી ફિલ્મ પોન્નિયિન સેલવન 1 તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થઈ છે. પ્રખ્યાત સંગીતકાર એઆર રહેમાનને આ ફિલ્માં સંગીત આપ્યુ છે. રવિ વર્મનને આ ફિલ્મમાં સિનેમેટોગ્રાફી કરી છે.

Good Byeનો હાલ બેહાલ

હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ગુડ બાય બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શક્યુ નથી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાના જેવા કલાકરો એ કામ કર્યુ છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મે શુક્રવાર અને શનિવારે માત્ર 1.5 કરોડની કમાણી કરી છે. ફિલ્મના રિવ્યૂ સારા છે પણ તેની કમાણીમાં આ ફિલ્મ પાછળ રહી ગઈ હતી. આ ફિલ્મથી રશ્મિકા મંદાનાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ છે.

Next Article