કપડાં અને લિપસ્ટિકને દોષ ન આપો, છૂટાછેડાની ચર્ચા વચ્ચે એશ્વર્યા રાયે મહિલાઓના શોષણ વિરુદ્ધ ઉઠાવ્યો અવાજ

|

Nov 26, 2024 | 3:17 PM

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન હાલમાં બંન્ને સંબંધોને લઈ ચર્ચામાં છે. આ વચ્ચે બ્યુટી ક્વીન એશ્વર્યા રાયે પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને મહિલાઓ વિરુદ્ધ શોષણનો અવાજ ઉઠાવ્યો છે.

કપડાં અને લિપસ્ટિકને દોષ ન આપો, છૂટાછેડાની ચર્ચા વચ્ચે એશ્વર્યા રાયે મહિલાઓના શોષણ વિરુદ્ધ ઉઠાવ્યો અવાજ

Follow us on

બોલિવુડમાં હાલમાં એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. આ અફવાઓ વચ્ચે પરિવારનું હજુ સુધી કોઈ રિએક્શન સામે આવ્યું નથી.તેમજ થોડા દિવસ પહેલા અભિષેક બચ્ચનને એશ્વર્યા રાયના વખાણ કર્યા હતા.તેમણે કહ્યું તે કામ કરે છે સાથે દીકરી આરાધ્યાનું પણ ધ્યાન રાખે છે. આ માટે આભાર પણ માન્યો હતો. અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે.બોલિવૂડની બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મહિલાઓ વિરુદ્ધ હિંસા વિશે વાત કરતી જોવા મળી રહી છે.

હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવો

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં એશ્વર્યા રાય રસ્તા પર થઈ રહેલા મહિલાઓ સાથેના શોષણ પર વાત કરી રહી છે. એશ્વર્યા રાય એક કોસ્મેટિક બ્રાન્ડ સાથે જોડાયેલી છે. તે આ બ્રાન્ડની એમ્બેસેડર પણ છે. બ્રાન્ડ માટે તેમણે પોતાનો એક પ્રોફેશનલ વીડિયો પણ બનાવ્યો છે. જેમાં તે કોઈ પ્રોડક્ટ નહિ પરંતુ મહિલાઓ સાથે રસ્તા પર થઈ રહેલા શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી છે. આ વીડિયોમાં તેમણે કેપ્શન પણ આપ્યું છે, લોકોને મહિલાઓ સાથએ થઈ રહેલી હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવવાની પણ વાત કરી છે. તેમજ લોકોને કંપનીના ટ્રેનિંગ પ્રોગ્રામ સાથે જોડવાની પણ વાત કરી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

 

 

વીડિયોમાં શું બોલી એશ્વર્યા

વીડિયોમાં એશ્વર્યા રાય કહી રહી છે કે તમારા ડ્રેસ અને લિપસ્ટિકને દોષ ન આપો. મહિલાઓના શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવો.અભિષેક બચ્ચન વિશે વાત કરીએ તો તે હાલમાં પોતાની ફિલ્મને લઈ ચર્ચામાં છે અને પ્રમોશનમાં વ્યસ્ત છે.એશ્વર્યા રાયની દિકરી આરાધ્યા બચ્ચન એ સ્ટાર કિડમાંથી છે. જે ખુબ લાઈમ લાઈટમાં રહે છે. આરાધ્યા માત્ર એશ્વર્યાની દિકરી નથી. પરંતુ બચ્ચન પરિવારની લાડકવાયી પૌત્રી પણ છે.

Next Article