Paris Fashion Week 2023: ‘પેરિસ ફેશન વીક’માં શ્વેતા બચ્ચને ઐશ્વર્યા રાયથી રાખ્યું અંતર, ગુસ્સે થયા લોકો, જાણો શું કહ્યું

Paris Fashion Week 2023: 'પેરિસ ફેશન વીક'માં નવ્યાને (Navya Naveli Nanda) સપોર્ટ કરવા માટે તેની માતા શ્નેતા બચ્ચન અને નાની જયા બચ્ચન ત્યાં હાજર જોવા મળ્યા હતા. શોમાં બંને સામે બેસીને નવ્યાને ચીયર કરતા જોવા મળ્યા હતા. શ્વેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઈવેન્ટની ઘણી તસવીરો પણ શેર કરી છે. આ દરમિયાન ઐશ્વર્યાને ચીયર ન કરવાને કારણે લોકો શ્નેતા બચ્ચનથી ખૂબ નારાજ છે.

Paris Fashion Week 2023: પેરિસ ફેશન વીકમાં શ્વેતા બચ્ચને ઐશ્વર્યા રાયથી રાખ્યું અંતર, ગુસ્સે થયા લોકો, જાણો શું કહ્યું
Aishwarya Rai Bachchan - Navya Naveli Nanda - Shweta Bachchan
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 03, 2023 | 6:43 PM

Paris Fashion Week 2023: 1 ઓક્ટોબરના રોજ એફિલ ટાવર પાસે ‘પેરિસ ફેશન શો‘નું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વખતે પણ ઐશ્વર્યા રાય બચ્ચનનો (Aishwarya Rai Bachchan) ‘પેરિસ ફેશન વીક’માં દબદબો રહ્યો. રેમ્પ વોક દરમિયાન એક્ટ્રેસે પોતાનો જાદુ ફેલાવ્યો હતો. ઐશ્વર્યાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ વર્ષે ઐશ્વર્યા સિવાય બચ્ચન પરિવારમાંથી અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા પણ આ ઈવેન્ટનો ભાગ હતી.

શ્વેતા બચ્ચન પર ગુસ્સે થયા ઐશ્વર્યા રાય બચ્ચનના ફેન્સ

નવ્યાને સપોર્ટ કરવા માટે તેની માતા શ્વેતા બચ્ચન અને નાની જયા બચ્ચન ત્યાં હાજર જોવા મળ્યા હતા. શોમાં બંને સામે બેસીને નવ્યાને ચીયર કરતા જોવા મળ્યા હતા. શ્વેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઈવેન્ટની ઘણી તસવીરો પણ શેર કરી છે.

પરંતુ શ્વેતાની આ તસવીરોમાં તેની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન જોવા મળી ન હતી. એક્ટ્રેસના ફેન્સને આ બિલકુલ પસંદ ન આવ્યું અને હાલમાં તેઓ શ્વેતાને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. રેડિટ પર ઐશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યાની તસવીર શેર કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે ‘માત્ર આરાધ્યાએ તેની માતાને સપોર્ટ કર્યો?’ અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘અમે શા માટે હેરાન થઈ રહ્યા છીએ? ઐશ્વર્યા સાથે આવું પહેલીવાર નથી બન્યું.

(Pc: shwetabachchan instagram)

સમગ્ર ઈવેન્ટમાં ઐશ્વર્યા રાયનો દબદબો

ઐશ્વર્યાના લુકની વાત કરીએ તો ‘લોરિયલ પેરિસ’ની બ્રાન્ડ એમ્બેસેડર હોવાને કારણે આ વખતે પણ તેનો આખી ઈવેન્ટમાં દબદબો રહ્યો છે. એક્ટ્રેસે ગોલ્ડન કલરના શિમરી ગાઉનમાં પોતાનો જાદુ ફેલાવ્યો. રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યાએ તેના ગ્લેમરસ ગાઉનની સાથે કેપ પણ પહેરી હતી, જેને તે જોરદાર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

(Pc: lorealparis instagram)

આ પણ વાંચો: ફેન્સ વચ્ચે શાહિદ કપૂર સાથે થયું કંઈક આવું, એક્ટરનો ડ્રાઈવર પાપારાઝી પર ગુસ્સે થયો, જુઓ Video

આ દરમિયાન તેના વાળનો ગોલ્ડન કલર પણ ખૂબ જ સુંદર લાગતો હતો. એક્ટ્રેસે સ્ટેજ પરથી જ ફ્લાઈંગ કિસ આપીને ફેન્સનું દિલ જીતી લીધું હતું. કેમેરા સામે પોઝ આપતી વખતે ઐશ્વર્યાએ આંખ પણ મારી હતી. તેના આ લુકની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ફેન્સ તેના આ લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો