બોલિવૂડ એક્ટર અને ફિલ્મ મેકર સોહેલ ખાનની (Sohail Khan) પત્ની સીમા ખાન (Seema Khan) બાદ હવે તેના નાના પુત્ર યોહાન ખાનના (Yohan Khan) પણ કોરોના પોઝિટિવ (Corona Positive) આવવાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, 10 વર્ષના યોહાન ખાનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. એટલું જ નહીં, સીમા ખાનની બહેન પણ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ અનુસાર, કોવિડના નિયમોને અનુસરીને, BMCએ સીમા ખાન અને યોહાન ખાન જ્યાં રહે છે તે જગ્યાને સીલ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે સીમા તેના બાળકો સાથે પાલી હિલ સ્થિત કિરણ ટાવરમાં રહે છે. અહીં રહેતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને BMCએ આ જગ્યાને સીલ કરી દીધી છે અને અહીંના લોકોનો RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવશે. અહીં કેટલા લોકો પોઝિટિવ છે તે રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે અને તે મુજબ બિલ્ડીંગના માળના તાળા ખોલવાની કામગીરી કરવામાં આવશે. હાલમાં, સીમા જે ફ્લોર પર રહે છે તે સીલ રહેશે.
રિપોર્ટ અનુસાર, BMCએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે સીમા પહેલી વ્યક્તિ હતી જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ કરીના કપૂર અને અમૃતા અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ 8 ડિસેમ્બરે કરણ જોહરના ઘરે એક પાર્ટીમાં સામેલ થયા હતા. સીમામાં કોવિડના હળવા લક્ષણો હતા અને ત્યારબાદ 11 ડિસેમ્બરે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી તરત જ કરીના અને અમૃતાએ તેમનો ટેસ્ટ કરાવ્યો અને તેઓ પણ પોઝિટિવ આવ્યા. BMCએ કરીના અને અમૃતાના ઘરને પણ સીલ કરી દીધું છે. હાલમાં BMC કોન્ટેક્ટ ટ્રેસિંગમાં વ્યસ્ત છે.
કરીના કપૂર વિશે વાત કરીએ તો તે સ્વસ્થ થઈ રહી છે અને હોમ ક્વોરેન્ટાઈનમાં છે. અહેવાલ મુજબ, BMC અધિકારીએ જણાવ્યું કે કરીના તેના બે પુત્રો તૈમૂર અને જેહ સાથે ઘરે એકલી છે. તેઓ BMCને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. સૈફ અલી ખાન છેલ્લા એક સપ્તાહથી મુંબઈમાં નથી અને તે ક્યારે મુંબઈ પાછો આવશે તેની કોઈ માહિતી નથી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –