સુષ્મિતા સેનના ભાઈ બાદ હવે લલિત મોદીના પુત્ર રુચિર મોદીની આવી પ્રતિક્રિયા, પિતાના અફેરને લઈ કહી મોટી વાત

|

Jul 16, 2022 | 9:26 AM

બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) સાથેના અફેરના સમાચાર પર હવે લલિત મોદી(Lalit Modi)ના પુત્ર રૂચિર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. અહીં જાણો તે તેના પિતા વિશે શું કહે છે.

સુષ્મિતા સેનના ભાઈ બાદ હવે લલિત મોદીના પુત્ર રુચિર મોદીની આવી પ્રતિક્રિયા, પિતાના અફેરને લઈ કહી મોટી વાત
Lalit Modi Son Ruchir Modi Reaction On Affair With Sushmita Sen

Follow us on

છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) સુષ્મિતા સેન (Sushmita Sen) અને પૂર્વ IPL ચેરમેન લલિત મોદી (lalit Modi)ના ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લલિત મોદીના આ અભિનેત્રીને ડેટ કરવાના ખુલાસાથી ચારે બાજુ હલચલ મચી ગઈ છે. આ બંને વચ્ચેના સંબંધો વિશે દરરોજ દરેક વ્યક્તિ પોતાનું નિવેદન આપી રહ્યું છે. કેટલાક લોકો આ સંબંધને લઈને બંનેની ટીકા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોને તેમની સાથે રહેવામાં કોઈ સમસ્યા નથી. આ દરમિયાન લલિત મોદીના પુત્રએ પણ તેમના સંબંધો અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

તમને જણાવી દઈએ કે લલિત મોદી અને સુષ્મિતા સેનના અફેરના ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની વાતો અને સમાચારો સામે આવી રહ્યા છે. બંનેના પરિવારજનો પણ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવી સ્થિતિમાં લલિત મોદીના પુત્ર રુચિર મોદીની પ્રતિક્રિયા તો આવવાની જ છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

રૂચિર મોદીએ પિતા લલિત મોદી અને સુષ્મિતા સેન સામે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન રૂચિર મોદીએ કહ્યું હતું કે, હું અંગત પારિવારિક બાબતો પર ટિપ્પણી કરવાથી બચવાનું પસંદ કરું છું. પરંતુ, મને વ્યવસાય અથવા અન્ય કોઈપણ બાબતો પર ટિપ્પણી કરવામાં ખૂબ આનંદ થશે.

 

અમે અંગત બાબતો પર ટિપ્પણી કરતા નથી: રૂચિર 

રુચિરે વાતચીતમાં વધુમાં કહ્યું કે, મને મારા પિતા અને સુષ્મિતા સેન વચ્ચેના સંબંધો વિશે પહેલાથી જ માહિતી હતી. પરંતુ, આ બાબતે દરેકનો અભિપ્રાય અલગ છે અને તેઓ ઘરના અન્ય સભ્યોના મંતવ્યો અને અંગત બાબતો પર ટિપ્પણી કરવા માંગતા નથી. તેણે એમ પણ કહ્યું કે, “પારિવારિક નીતિ મુજબ, અમે એકબીજાના અંગત જીવન અને વિચારો પર ટિપ્પણી કરતા નથી મને ટિપ્પણી કરવાનું પણ પસંદ નથી.”

લલિત મોદીની પત્નીનું વર્ષ 2018માં અવસાન થયું હતું

લલિત મોદીના પરિવારની વાત કરીએ તો તેમના ઘરમાં બે બાળકો છે. લલિત મોદીને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ રૂચિર મોદી જ્યારે પુત્રીનું નામ આલિયા છે. રૂચિર તેના પિતા સાથે લંડનમાં રહે છે.તેની પુત્રી પરિણીત છે, પરંતુ તે હવે સિંગલ છે. લલિત મોદીની પત્ની મિલનનું વર્ષ 2018માં નિધન થયું હતું. જે બાદ લલિત મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપતા તેમના માટે એક પોસ્ટ શેર કરી હતી.

 

Published On - 9:26 am, Sat, 16 July 22

Next Article