ઓપરેશન સિંદૂર પછી પ્રીતિ ઝિન્ટાએ શહીદોના પરિવારોને 1.10 કરોડનું દાન આપ્યું, કહી દીધી મોટી વાત

Preity Zinta: પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટાએ ઓપરેશન સિંદૂર પછી આર્મી મહિલા કલ્યાણ સંઘને 1.10 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ યોગદાન પંજાબ કિંગ્સના CSR હેઠળ આપવામાં આવ્યું છે.

ઓપરેશન સિંદૂર પછી પ્રીતિ ઝિન્ટાએ શહીદોના પરિવારોને 1.10 કરોડનું દાન આપ્યું, કહી દીધી મોટી વાત
Preity Zinta donated Rs 1 10 crore
| Updated on: May 26, 2025 | 9:12 AM

Preity Zinta: બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશનને 1.10 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. પ્રીતિ ઝિન્ટા દ્વારા આ યોગદાન પંજાબ કિંગ્સની CSR પ્રવૃત્તિ હેઠળ આપવામાં આવ્યું છે.

દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોની પત્નીઓ અને બાળકોને ટેકો આપવા માટે પ્રીતિ ઝિન્ટાનું યોગદાન આપવામાં આવ્યું છે. શનિવારે જયપુરમાં એક કાર્યક્રમમાં બોલતા પ્રીતિ ઝિન્ટાએ કહ્યું કે, આપણા સૈનિકોના બહાદુર પરિવારોને ટેકો આપવો એ તેમના માટે સન્માન અને જવાબદારી બંને છે.

પ્રીતિ ઝિન્ટાએ સૈનિકો વિશે શું કહ્યું?

શનિવારે જયપુરમાં આયોજિત આ કાર્યક્રમમાં દક્ષિણ પશ્ચિમ કમાન્ડના આર્મી કમાન્ડર, શપ્ત શક્તિ AWWA ના પ્રાદેશિક પ્રમુખ અને અનેક લશ્કરી પરિવારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રીતિ ઝિન્ટાએ કહ્યું, “આપણા સૈનિકોના બહાદુર પરિવારોને ટેકો આપવો એ સન્માન અને જવાબદારી બંને છે. આપણે આપણા સશસ્ત્ર દળો દ્વારા આપવામાં આવેલા બલિદાનનું ઋણ ચૂકવી શકતા નથી, પરંતુ આપણે તેમના પરિવારોની પડખે ઊભા રહીને તેમને આગળ વધવામાં મદદ કરી શકીએ છીએ. અમને આપણા સૈનિકો પર ગર્વ છે અને અમે રાષ્ટ્ર અને તેના બહાદુર સૈનિકોને સમર્થન આપવા માટે અડગ રહીએ છીએ.”

પ્રીતિ ઝિન્ટા બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર

પ્રીતિ ઝિન્ટા બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક છે. જો કે પ્રીતિ ઝિન્ટા ઘણા સમયથી મોટા પડદાથી દૂર છે. હવે તે સની દેઓલની ફિલ્મ ‘લાહોર 1947’ સાથે કમબેક કરવા માટે તૈયાર છે. આ ફિલ્મનું નિર્માણ આમિર ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવશે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.