Avatar: The Way of Water Advance Booking: અવતારઃ ધ વે ઓફ વોટર જોવાની રાહનો અંત આવવાનો છે. આ દાયકાના સૌથી મોટા ફેમિલી એન્ટરટેઈનર જેમ્સ કેમરૂનની ફિલ્મ અવતારઃ ધ વે ઓફ વોટર માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ સિવાય ફેન્સ માટે વધુ એક સારા સમાચાર છે. મળતી માહિતી મુજબ દેશના કેટલાક પસંદગીના શહેરોમાં ફિલ્મના શો 24 કલાક ચાલવાના છે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ થોડો સમય છે, પરંતુ એડવાન્સ બુકિંગે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
અવતારઃ ધ વે ઓફ વોટરનો પહેલો શો 16મી ડિસેમ્બરે મિડનાઈટ 12 વાગ્યે શરૂ થશે. આ ફિલ્મના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે ફિલ્મ રિલીઝના 25 દિવસ પહેલા એડવાન્સ બુકિંગના રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે. આ ફિલ્મને લઈને મેકર્સ દાવો કરતા જોવા મળી રહ્યા છે કે આ વખતે દર્શકોને કંઈક નવું અનુભવવા મળશે. ફેન્સ 13 વર્ષથી આ મોટી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
મોટા બજેટમાં બનેલી આ ફિલ્મની સ્પેશિયલ ઈફેક્ટ્સ, વીએફએક્સ અને બેકગ્રાઉન્ડ સ્કોર બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ ફિલ્મનું ફાઈનલ ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ દરેક જગ્યાએ ધૂમ મચી ગઈ છે. ફિલ્મના પહેલા ભાગની વાત કરીએ તો તે 2009માં રિલીઝ થઈ હતી. ફિલ્મના પહેલા ભાગે દુનિયાભરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મે સમગ્ર વિશ્વમાં લગભગ 19 હજાર કરોડનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. અવતારને રિલીઝ થયાને 14 વર્ષ થઈ ગયા છે, પરંતુ કમાણીના મામલામાં આ ફિલ્મ આજે પણ સૌથી આગળ છે.
આવી પરિસ્થિતિમાં ફેન્સ ફક્ત રાહ જોઈ રહ્યા છે કે શું અવતાર 2 પહેલી ફિલ્મનો રેકોર્ડ તોડી શકશે કે નહીં. ફેન્સથી લઈને મેકર્સ સુધી, અવતાર: ધ વે ઓફ વોટર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે હોલીવુડની આ ફિલ્મ લોકોની અપેક્ષાઓ કેટલી હદ સુધી પુરી કરી શકે છે.