Adipurush : રામાયણના ઈસ્લામીકરણ પર ‘આદિપુરુષ’ના ડિરેક્ટરને કાનૂની નોટિસ, કહ્યું 7 દિવસમાં માફી માગો

|

Oct 07, 2022 | 11:37 AM

ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી 'આદિપુરુષ'ને લીગલ નોટિસ મોકલવામાં આવી છે. ઓમ રાઉતને ફિલ્મમાંથી 7 દિવસમાં માફી માંગવા અને વિવાદાસ્પદ દ્રશ્યો કાઢી નાખવા માટે કહેવામાં આવ્યું છે.

Adipurush : રામાયણના ઈસ્લામીકરણ પર આદિપુરુષના ડિરેક્ટરને કાનૂની નોટિસ, કહ્યું  7 દિવસમાં માફી માગો
Adipurush
Image Credit source: Instagram

Follow us on

Adipurush : પ્રભાસની ફિલ્મ આદીપુરુષ (Adipurush)ને લઈ વિવાદ ઓછું થવાનું નામ લઈ રહી નથી. આ ફિલ્મમાં સૌથી વધુ સૈફ અલી ખાનના લુકને લઈ વિવાદ થઈ રહ્યો છે. તેના લુક પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે આ ફિલ્મ માટે મુશ્કિલો ઉભી થતો હોય તેવું લાગી રહ્યું છે હવે સર્વ બ્રાહ્મણ મહાસભાએ ગુરુવારના રોજ ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉતને લીગલ નોટીસ મોકલી છે અને કહ્યું છે કે, તે 7 દિવસની અંદર ફિલ્મો (movies)માંથી વિવાદિત દર્શ્યો દુર કરે બાકી તેના પક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ઓમ રાઉતને મોકલવામાં આવી લીગલ નોટિસ

સર્વ બ્રાહ્મણ મહાસભાના અધ્યક્ષ પંડિત સુરેશ મિશ્રા તરફથી ઓમ રાઉતને આ નોટિસ તેના વકીલ કમલેશ શર્મા દ્વારા મોકલી છે. આ નોટિસમાં લખવામાં આવ્યું કે, ફિલ્મમાં હિન્દુ દેવી-દેવતાઓને ખોટી રીતે રજુ કરવામાં આવ્યા છે. જેમાં દેવી-દેવતાઓને ચામડાંના વસ્ત્રો પહેરીને દર્શાવવામાં આવ્યા છે.
ફિલ્મમાં બતાવવામાં આવેલી ભાષા ખૂબ જ નિમ્ન સ્તરની છે, જે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આમાં કેટલાક સંવાદો એવા છે જે જાતિ અને ધાર્મિક દ્વેષને પ્રોત્સાહન આપે છે. રામાયણ આપણો ઈતિહાસ છે અને ‘આદિપુરુષ’માં ભગવાન હનુમાનને મુગલની જેમ બતાવવામાં આવ્યા છે.

રામાયણનું ઈસ્લામીકરણ કરાયું

આ નોટિસમાં આગળ કહેવામાં આવ્યું કે, ક્યો મુછો વગર દાઢી રાખે છે. જેવી રીતે ભગવાનને ફિલ્મમાં દેખાડવામાં આવ્યા છે આ ફિલ્મમાં રામાયણ,ભગવાન રામ, માતા સીતા અને ભગવાન હનુમાનનું સંપુર્ણ રીતે ઈસ્લામીકરણ કરી રહી છે. તેમજ રાવણનું પાત્ર નિભાવનાર અભિનેતા સૈફ અલી ખાન પણ અલગ રીતે જ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ દેશના લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે. જે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

7 દિવસમાં માફી માંગવાનું કહ્યું

નોટીસમાં ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉતને માફી માંગવાનું કહ્યું છે. નોટીસમાં કહેવામાં આવ્યું કે, તમને વિનંતી છે કે, લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે ન રમો.તેથી, કાનૂની નોટિસ દ્વારા આ માટે 7 દિવસની અંદર જાહેર માફી માંગવામાં આવે છે અને વિવાદિત દ્રશ્યને કાઢી નાખવા જોઈએ.

Next Article